મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ


SHARE







મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ

દેશભરમાં જ્યારે આઝાદીના પર્વનો ઉત્સાહ છવાયેલો છે, ત્યારે મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનનું ગાન કર્યું હતું. સમગ્ર વાતાવરણ "ભારત માતા કી જય" અને "વંદે માતરમ"ના નારાઓ સાથે દેશભક્તિમય બની ગયું હતું. આ શુભ અવસરે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર વીર શહીદોને આદરપૂર્વક નમન કરી યાદ કરવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જિલ્લા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયા, તપનભાઈ દવે, ચતુરભાઈ મકવાણા સહિત જિલ્લાના વિવિધ હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

નાની બરાર ગામમાં સરપંચશ્રી દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ: ઉમદા શિક્ષણ સેવા કાર્ય

મોરબીના નાની બરાર મુકામે ગામના સરપંચ પ્રભાતભાઈ રામભાઈ બકુત્રા તરફથી ગામની નાની બરાર કુમાર તાલુકા શાળા, નાની બરાર કન્યા શાળા તથા સરકારી હાઈસ્કુલ નાની બરારના તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.સરપંચ પ્રભાતભાઈ બકુત્રા અવારનવાર શાળાના બાળકોને પૌષ્ટિક નાસ્તો અને શૈક્ષણિક સામગ્રી ભેટ આપીને પ્રોત્સાહિત કરતા રહે છે. ગામમાં શિક્ષણનો વ્યાપ વધે અને બાળકો ઉત્સાહપૂર્વક અભ્યાસ કરે તે માટે તેઓ સતત કાર્યરત રહે છે. આજે પણ સ્ટેશનરી કીટ મળતા જ તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરો આનંદ અને ખુશી જોવા મળી હતી સરપંચ આ ઉમદા અને પ્રેરણાદાયી સેવાકાર્ય બદલ ત્રણેય શાળાના આચાર્ય, શિક્ષકગણ અને શાળા પરિવાર તરફથી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.હાજર ગ્રામજનોએ પણ સરપંચની આ શૈક્ષણિક પ્રવૃત્તિને બિરદાવી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News