147 કરોડનો પ્રોજેક્ટ-ગોવા પ્રવાસ રદમાં દાળમાં કાળું કે પછી હળવદ વાળી ?: મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ
વાંકાનેરની મોર્ડન સ્કૂલ ખાતે સાંસદની હાજરીમાં યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો
SHARE
વાંકાનેરની મોર્ડન સ્કૂલ ખાતે સાંસદની હાજરીમાં યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો
વાંકાનેરની મોર્ડન સ્કૂલ ખાતે યુવા ભાજપ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વક્તા તરીકે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, જિલ્લા યુવા ભાજપ અધ્યક્ષ જતીનભાઈ ફુલતરીયા, જિલ્લા મહામંત્રી સુખદેવભાઈ ડાભી તથા વાંકાનેર શહેર યુવા મોરચા અધ્યક્ષ નીતેશભાઈ પાટડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમના વિચારો, પ્રશ્નો અને ભવિષ્યના સપના વિષેની માહિતી મેળવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને શિક્ષણ, સંસ્કાર, રાષ્ટ્રનિર્માણ અને જીવનમાં સફળતા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.