મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ


SHARE







મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ

ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક હેઠળ કાર્યરત જિલ્લા રોજગાર કચેરી, મોરબી દ્વારા મોરબી જિલ્લાના શિક્ષિત રોજગાર ઇચ્છુક યુવાનો અને સ્થાનિક ઉદ્યોગકારો (નોકરીદાતાઓ) માટે એક અગત્યનું પોર્ટલ કાર્યરત છે. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવેલું 'અનુબંધમ' (Anubandham) પોર્ટલ રોજગાર મેળવવા અને આપવા માટેનું એક સબળ અને પારદર્શક માધ્યમ સાબિત થઈ રહ્યું છે.

મોરબી જિલ્લાના તમામ આઈ.ટી.આઈ. (ITI) પાસ, ધોરણ ૧૦-૧૨ પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, એન્જિનિયરિંગ તેમજ અન્ય ટેકનિકલ કે નોન-ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો આ પોર્ટલ પર તદ્દન મફત નોંધણી કરાવી શકે છે. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને કૌશલ્યના આધારે સિસ્ટમ દ્વારા ઓટોમેટેડ મેચમેકિંગ પદ્ધતિથી સીધી નોકરીની તકો પૂરી પાડવામાં આવે છે. જેમાં અનુબંધમ પોર્ટલ પર લોગિન કરીને ઉમેદવાર પોતાનાં લોગિન માંથી સમગ્ર રાજયમાં યોજાતા ભરતીમેળાઓની નોટીફિકેશન પણ મેળવી શકે છે. ઉપરાંતમાં નોકરીદાતઓ દ્વારા જાહેર થયેલ ખાલી જગ્યાઓ સામે પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવ અનુસાર ખાલી જ્ગ્યા સામે અરજી પણ કરી શકે છે.

નોકરીદાતાઓ (ઉદ્યોગકારો) માટે સરળતા: મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગ, પેપર મિલ, પેકેજિંગ ઉદ્યોગો તેમજ અન્ય નાના-મોટા વેપારી એકમો અને ખાનગી કંપનીઓ પોતાની જરૂરિયાત મુજબના કુશળ અને અકુશળ શ્રમિકો/કર્મચારીઓ મેળવવા માટે આ પોર્ટલ પર એમ્પ્લોયર તરીકે મફત રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ પોર્ટલના માધ્યમથી નોકરીદાતાઓ ઓનલાઈન ઈન્ટરવ્યુ ગોઠવીને લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારોની સીધી પસંદગી કરી શકે છે.મોરબી જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જિલ્લાના તમામ નોકરી શોધતા યુવક-યુવતીઓ અને સ્થાનિક ઉદ્યોગગૃહોને આ ડિજિટલ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.સંપર્ક અને સહાય:પોર્ટલનો લાભ લેવા માટે સત્તાવાર વેબસાઇટ anubandham.gujarat.gov.in પર જઈને નોંધણી કરવાની રહેશે. વધુ માહિતી કે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં પડતી મુશ્કેલીના નિવારણ માટે ઉમેદવારો જિલ્લા રોજગાર કચેરી, મોરબીનો રૂબરૂ સંપર્ક સાધી શકે છે.






Latest News