મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેને કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે


SHARE







મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઘણી જગ્યાએ બિલાડીના ટોપની જેમ પત્રકાર ફૂટી નીકળ્યા છે અને તેમાં પત્રકારત્વની આડમાં પત્રકાર તરીકે ખોટી ઓળખ આપીને લોકો પાસેથી યેનકેન પ્રકારે બળજબરીપૂર્વક નાણાં પડાવવામાં આવતા હોય છે આવો જ ઘાટ મોરબીમાં પણ સર્જાયો હતો જેમાં મોરબી ટાઈમ્સનામથી ફેસબુક પેજ બનાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ યેનકેન પ્રકારે લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા જેથી આ કહેવાતા પત્રકાર સામે પોલીસે પાસા દરખાસ્ત મૂકી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે પાસા હેઠળ આરોપીને પકડીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં ચીચાકંદોઈ શેરી ખાતે રહેતા અને પત્રકાર તરીકે ઓળખ આપતા વિશાલ પ્રદીપભાઈ સેજપાલ (42) દ્વારા મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપીને લોકો પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવવામાં આવતા હોવાની ફરિયાદ અને આક્ષેપો કરવામાં આવેલ હતા અને તેના દ્વારા પોતાના ફેસબુક પેજ પર સગીર બાળકોના વીડિયો અપલોડ કરવાનો પણ ગુનો નોંધાયેલ છે જેથી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે આરોપી વિરુદ્ધ પાસાની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પાસા હેઠળ આરોપી વિશાલ પ્રદીપભાઈ સેજપાલની અટકાયત કરવામાં આવી હતી અને હાલમાં તેને સુરત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News