મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા


SHARE









મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા

મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતના હોદેદારોની મુદત પૂર્ણ થયેલ છે જેથી નવા હોદેદારોની વરણી કરવા માટે તેમજ નવા બની રહેલા સમાજ ભવનની ચર્ચા કરવા માટે આગમી રવિવારે મોરબીમાં રાજપૂત સમાજની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવશે.

 મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજાએ જણાવ્યુ છે કે, મોરબી જીલ્લા રાજપૂત સમાજના હોદેદારોની ટર્મ પૂર્ણ થયેલ છે જેથી કરીને આગામી તા ૨૩/૦૮/ર૦ર૬ ને રવિવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સાધારણ સભા તથા કારોબારીની મીટીંગનું આયોજન કર્યું છે જેમાં ખાસ કરીને નવા હોદેદારો એટલે કે પ્રમુખ, મહામંત્રી તથા તમામ કારોબારીના નવા સભ્યોની નિમણૂંક કરવાની છે તેમજ હાલમાં જે મહારાણી વિજય કુંવરબા સાહેબ મોરબી રાજપૂત સમાજ ભવનનું નિર્માણ કાર્ય ચાલુ હોય જેની કામકાજની ચર્ચા વિચારણા કરવાની હતી જેથી સમાજના તમામ ભાઈઓ તેમજ ખાસ કરીને સમાજભવન માટેના જે લોકો ડોનર છે. તેઓએ આ મીટીંગમાં ખાસ હજાર રહેવા માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ જાડેજાએ જણાવ્યુ છે




Latest News