મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ


SHARE







મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ

મોરબીના જેતપર રોડ સિરામિક કારખાનામાંથી મુંબઈના શખ્સે મોબાઈલ ફોનથી 7,865 અલગ અલગ પ્રકારની ટાઇલ્સના બોક્સનો ઓર્ડર આપ્યો હતો અને તેના પેમેન્ટની ચુકવણી માટે 45 દિવસની ક્રેડિટ મેળવી હતી જો કે, ફરિયાદીએ ઓર્ડર મુજબ ટાઇલ્સનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવી આપ્યું હતો ત્યારબાદ માલ મંગાવનારા શખ્સનો મોબાઇલ બંધ થઈ ગયો છે જેથી કારખાનેદારની સાથે 44.74 લાખ રૂપિયાના બિલની ઠગાઇ કરવામાં આવી હોય હાલમાં કારખાનેદાર  દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ઠગાઈનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના લીલાપર ગામે રામજી મંદિરની પાછળના ભાગમાં રહેતા ભરતભાઈ પ્રાગજીભાઈ છત્રોલા (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજનીકાંતભાઈ પોપટભાઈ ખોખર રહે. મુંબઈ વાળાની સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે. ગત તા. 27/4/2026 થી 16/10/2026 સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદીનું જેતપર રોડે વેલેંજા ગ્રેનેટો એલએલપી નામનું કારખાનું આવેલું છે તેની સાથે આરોપીએ ઠગાઈ કરવાના ઇરાદે મોબાઈલ ફોનથી અલગ અલગ પ્રકારના ટાઇલ્સના 7,865 બોક્સનો ઓર્ડર આપ્યો હતો અને તે ઓર્ડરનું પેમેન્ટ આપવા માટે 45 દિવસની ક્રેડિટ મેળવી હતી જેથી કરીને કારખાનેદારે ઓર્ડર મુજબનો ટાઇલ્સનો માલ રાજશક્તિ ટ્રાન્સપોર્ટ મારફતે અલગ અલગ પાંચ ગાડીઓમાં માલ ભરીને આરોપીને મોકલાવી આપ્યો હતો જો કે, માલ પહોચી ગયા બાદ આરોપી દ્વારા પોતાના ફોન નંબર બંધ કરી દેવામાં આવ્યો છે અને કારખાનેદારને 7865 બોક્સ ટાઇલ્સનું કુલ પેમેન્ટ 44,74,985 રૂપિયા ચૂકવવામાં આવ્યો નથી અને તેઓની સાથે ઠગાઈ કરવામાં આવેલ છે જેથી હાલમાં કારખાનેદાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે મુંબઈના શખ્સની સામે ઠગાઇનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News