મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
SHARE
મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
મોરબીના રવાપર ગામે આવેલ સરદાર પટેલ સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી સહિત કુલ સાત વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 7.85 લાખની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલોંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, રવાપર ગામે આવેલ સરદાર પટેલ સોસાયટીમાં રહેતા જયદીપભાઇ ઉર્ફે લાલા બકુત્રાના રહેણાંક મકાનમાં જુગાર રમે છે જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ઘરધણી જયદીપભાઇ ઉર્ફે લાલા ગોવિંદભાઈ બકુત્રા (42) તથા સંદીપભાઈ જગદીશભાઈ શેરસીયા (35) રહે. રવાપર, આશિષભાઈ ભગવાનજીભાઈ ડાંગર (35) રહે. ચિત્રકૂટ સોસાયટી રવાપર, ભાવિનભાઈ ગીરીશભાઈ કારીયા (30) રહે. સનાળા રોડ હાઉસિંગ બોર્ડ મોરબી, રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ગોવિંદભાઈ બકુત્રા (45) રહે. ગાયત્રીનગર પાછળ શ્રદ્ધા પાર્ક વાવડી રોડ મોરબી, કિશનભાઇ દેવદાનભાઈ કુંભારવાડીયા (28) રહે. સરદાર સોસાયટી શેરી નં. 3 રવાપર અને ભાવેશભાઈ હીરાભાઈ જીલરીયા (34) રહે. સરદાર પટેલ સોસાયટી રવાપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે આરોપીઓ પાસેથી 7.85 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે