મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે
મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત
SHARE
મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત
મોરબીના નવલખી રોડ ઉપર બરવાળા ગામ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઈક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં બાઈક ઉપર દીકરા સાથે ઘરે જઈ રહેલા મહિલાને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જ્યારે ચોટીલાના ખેરડી ગામે વાડીએ દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થવાથી સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત નીપજ્યું છે.
માળિયા (મી)ના મોટા દહીસરા ગામે રહેતા ગાયત્રીબેન પ્રવીણગીરી ગોસાઈ (48) નામના મહિલા કામ સબબ પોતાના દીકરા સાથે બાઈકમાં મોરબી આવ્યા હતા અને તેઓ મોરબીના નવલખી રોડ ઉપર થઈને પરત બાઈકમાં પોતાના દીકરા સાથે ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બરવાળા ગામ પાસે રસ્તા ઉપર મૃત હાલતમાં રોજડુ પડ્યું હતું તેની સાથે બાઈક અથડાવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં ગાયત્રીબેન ગોસાઈને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેમનું મોત નિપજ્યું હતું જો કે તેઓના દીકરાને પણ ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જયારે ચોટીલા તાલુકાના ખેરડી ગામના રહેવાસી રેખાબેન રમેશભાઈ ધનવાણીયા (35) નામના મહિલા વાડીએ દવાનો છંટકાવ કરતા હતા ત્યારે તેને ઝેરી દવાની અસર થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબી લઈને આવતા હતા દરમિયાન રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.









