મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત
મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
SHARE
મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવપાર્ક સોસાયટીના નાકા પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 7 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1197 રૂપિયની કિંમતના દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી નજીક શિવપાર્ક સોસાયટીના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની 7 બોટલ મળી આવતા પોલીસે 1197 નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી દર્શન જીગ્નેશભાઈ દવે (27) રહે. શિવ પાર્ક સોસાયટી પીપળી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાથી આવી હતી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા પ્રેમજીભાઈ પરમારના એક વર્ષના દીકરા માનવીને ઘર નજીક કોઈ અજાણ્યા બોલેરો ગાડીના ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા બાળકને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી છે.
ઝેરી દવા પી લીધી
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા નરેશભાઈ હરેશભાઈ બારીયા (32) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે









