મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં મંદિર બનાવતી મહિલાને દંપતીએ માર માર્યો મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: નીચી માંડલ પાસે કારખાનાની કોલોનીમાં ઉપરથી  સમાન સાથે નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત વાંકાનેર નજીક કારખાનામાં શોર્ટ લગતા યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં બીમારી સબબ બેભાન થઈ ગયેલ તરુણનું મોત મોરબીમાં 10,224 બોટલ દારૂ-બિયરનું કટિંગ થાય તે પહેલા જ એલસીબી ત્રાટકી, 81.11 લાખનો મુદ્દામાલ કબજે, માલ મોકલાવનાર- મંગાવનારની શોધખોળ રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં શોર્ટ લગતા યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં બીમારી સબબ બેભાન થઈ ગયેલ તરુણનું મોત


SHARE







વાંકાનેર નજીક કારખાનામાં શોર્ટ લગતા યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં બીમારી સબબ બેભાન થઈ ગયેલ તરુણનું મોત

વાંકાનેર નજીક આવેલ જેતપરડા રોડ ઉપર સીરામીક કારખાનામાં કામગીરી કરતા સમયે લોખંડની પાવડી ઇલેક્ટ્રીક વાયરને અડી જવાથી ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં મામા સાથે આટો મારવા માટે થઈને આવેલ તરુણ છેલ્લા ત્રણથી ચાર દિવસની બીમાર હતો અને તે બેભાન થઈ જતા તેને 108 મારફતે સારવાર માટે લઈ ગયા હતા જો કે, ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ મલ્ટીસ્ટોન ગ્રેનાઈટો કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો રવિકુમાર રમેશચંદ્ર ગેહલોત (31) નામનો યુવાન કારખાનામાં હોપર પર કામ કરતો હતો અને લોખંડની પાવડી નીચે મુકવા જતા સમયે ઇલેક્ટ્રીક વાયરને અડી જતા તેને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીજા બનાવમાં મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ ગ્રેસ સિરામિક કારખાનામાં રહેતા અર્જુનભાઈ તામસોય નો 15 વર્ષનો દીકરો જગદીશ તેના મામા સાથે ગ્રેસ સીરામીક ખાતે આંટો મારવા આવ્યો હતો અને છેલ્લા ત્રણથી ચાર દિવસથી તેને તાવ આવતો હતો અને તે બેભાન થઈ જતા તેને 108 મારફતે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે બાળકને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News