મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં મંદિર બનાવતી મહિલાને દંપતીએ માર માર્યો મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: નીચી માંડલ પાસે કારખાનાની કોલોનીમાં ઉપરથી  સમાન સાથે નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત વાંકાનેર નજીક કારખાનામાં શોર્ટ લગતા યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં બીમારી સબબ બેભાન થઈ ગયેલ તરુણનું મોત મોરબીમાં 10,224 બોટલ દારૂ-બિયરનું કટિંગ થાય તે પહેલા જ એલસીબી ત્રાટકી, 81.11 લાખનો મુદ્દામાલ કબજે, માલ મોકલાવનાર- મંગાવનારની શોધખોળ રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: નીચી માંડલ પાસે કારખાનાની કોલોનીમાં ઉપરથી  સમાન સાથે નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE







મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: નીચી માંડલ પાસે કારખાનાની કોલોનીમાં ઉપરથી  સમાન સાથે નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત

મોરબીની પાવડીયારી કેનાલમાં નાહવા માટે ગયેલ યુવાન કોઈપણ કારણોસર પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે મોજ નીપજ્યું હતું જ્યારે મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળ ઉપરથી સામાન ભરેલું બાચકું નીચે ફેકતી વખતે બાચકા સાથે યુવાન નીચે પટકાયો હતો જેથી તેને માથા અને મોઢાના ભાગે ગંભીએ ઇજા થતા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યુ છે

મૂળ ઉત્તર પ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબીના રંગપર ગામની સીમમાં આવેલા રેબન સીરામીકની લેબર કોલોનીમાં રહેતો અને મજૂરી કામ કરતો સુરજકુમાર ગોરખ પ્રસાદ (26) નામનો યુવાન તા. 16/10 ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પાવડીયારી કેનાલમાં નાહવા માટે થઈને ગયો હતો અને કોઈપણ કારણોસર કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની નિલેશભાઈ નથુભાઈ દેત્રોજા રહે. મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે આવેલ સેગા સીરામીક કારખાનાની લેબર કોલોની ક્વાર્ટરમાં રહેતા વીરસિંહ ગોરખ બાદલ નામનો યુવાન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં પ્રથમ માળેથી સમાન ભરેલ બાચકું નીચે ફેકતો હતો ત્યારે બાચકા સાથે નીચે પડી ગયો હતો જેથી તે યુવાનને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની વિક્રમ ગોરખ બાદલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News