સોનાના શોખીન સાવધાન: મોરબીમાં ઘર પાસે બેઠેલા વૃદ્ધાના ગાળામાંથી સોનાના ચેન-પેન્ડલની ચીલઝડપ
મોરબીના જેતપર રોડે ટ્રક બાઇક સુધી આવી જતાં રોષે ભરાયેલા ત્રણ શખ્સોએ હેલ્મેટ અને ધોકા વડે યુવાનને માર માર્યો
SHARE
મોરબીના જેતપર રોડે ટ્રક બાઇક સુધી આવી જતાં રોષે ભરાયેલા ત્રણ શખ્સોએ હેલ્મેટ અને ધોકા વડે યુવાનને માર માર્યો
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ આરકોટ સિરામિક કારખાના પાસેથી પસાર થઇ રહેલ બાઇક ચાલક કોઈ કારણોસર રસ્તા ઉપર નીચે પડી ગયો હતો અને ત્યાર બાદ પાછળથી આવી રહેલ ટ્રક ચાલકે તેના વાહનને બ્રેક મારી તો પણ તેનો ટ્રક બાઈકના વ્હીલ સુધી આવી ગયો હતો જેથી રોષે ભરાયેલા બાઇક ચાલકે ટ્રકના ચાલકને હેલ્મેટ અને ધોકા વડે માર માર્યો હતો તેમજ અન્ય બે શ્ખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હાલમાં માર મારનાર ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે કવાયત શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલા આરકોટ સિરામિક કારખાના પાસેથી મૂળ રાજસ્થાનના રહેવાસી અઝરુદ્દીન સુમરત ખાન જાતે મુસ્લીમ (ઉ.૨૬) પોતાનો ટ્રક નંબર આરજે ૨ જીબી ૨૭૮૨ લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે તેની આગળના ભાગમાં બાઇક નંબર જીજે ૫ કેએમ ૭૩૯૧ નો અચાનક કોઇ કારણોસર રસ્તા ઉપર પડી ગયો હતો જેથી કરીને યુવાને પોતાના ટ્રકને રોકવા માટે થઈને બ્રેક લગાવી હતી તેમ છતાં મોટરસાયકલના વ્હીલ સુધી ટ્રક અડી ગયો હતો જેથી સંજયભાઈ જશવંતભાઈ પટેલ નામના શખ્સે ટ્રકના ચાલકને ગાળો આપીને હેલ્મેટ વડે તેમજ ધોકાથી માર માર્યો હતો તેમજ બે અજાણ્યા શ્ખ્સોએ તેને ઢીકાપાટુનો મારમાર્યો હતો આમ ત્રણ શખ્સોએ અઝરુદ્દીન ખાનને માર માર્યો હોવાથી તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માર મરનારા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે