નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો


SHARE





વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો

વાંકાનેરની શુકલ શેરીમાં ધુળેટીના દિવસે બાળકો પોતાના ઘર નજીક કલર અને પાણીથી ધુળેટી રમી રહયા હતા દરમિયાન ત્યાં રહેતી મહિલા બાળકોની સાઈકલ ઉપર બેસીને ફોટો વિડીયો બનાવતી હતી અને સાયકલ તેના ઘર પાસે લઈ ગઈ હતી જેથી બાળકોના માતા-પિતા તે મહિલાના ઘર પાસે ગયા હતા ત્યારે મહિલા અને તેના પતિએ શેરીમાં રહેતા લોકોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તથા ઇંટ-પથ્થરના છુટા ઘા કરીને તેઓને ઇજા કરી હતી તેમજ એક મહિલાને ડાબા પગમાં લાકડી મારી હતી જેથી ઈજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરમાં રામચોક પાસે આવેલ શુકલ શેરીમાં રહેતા ખુશ્બુબેન મહેન્દ્રભાઈ વરસડાએ હાલમાં જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણી અને બટુકભાઈ ગોરધનભાઈ મેઘાણી રહે.બંને શુક્લ શેરી રામચોક વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, ગઈકાલે ધુળેટીના દિવસે તેઓ તથા શેરીમાં રહેતા અન્ય લોકોના બાળકો કલર અને પાણીથી ધુળેટી રમતા હતા ત્યારે જ્યોતિકાબેન ત્યાં આવ્યા હતા અને છોકરાઓની સાયકલ ઉપર બેસીને ફોટો વિડીયો બનાવ્યા હતા તેમજ સાયકલ પોતાના ઘર પાસે લઈ ગયા હતા જેથી ફરિયાદી અને અન્ય સાહેદો તેના ઘર પાસે ગયા હતા ત્યારે જ્યોતિકાબેન અને તેના પતિ બટુકભાઈએ ફરિયાદી તથા અન્ય લોકોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઘરમાંથી છૂટા ઈંટ પથ્થરના ઘા કર્યા હતા જેથી સાહેદ નિરાલીબેન, સાવિત્રીબેન તથા અન્ય બાળકોને ઇજા થઈ હતી અને આરોપીના ઘર પાસેથી ફરિયાદી સહિતના લોકો પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જ્યોતિકાબેન લાકડી હાથમાં લઈને આવ્યા હતા અને ફરિયાદીને ડાબા પગમાં મારીને ઇજા કરી હતી આમ ફરિયાદી સહિતના લોકોને લાકડી અને પથ્થર વડે માર મારીને ઇજાઓ કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતિ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News