મોરબી જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડી નિર્માણનાં દાતાઓનો સન્માન સમારોહ યોજાયો
SHARE
વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડી નિર્માણનાં દાતાઓનો સન્માન સમારોહ યોજાયો
સ્વાતંત્ર્ય પર્વની સંધ્યાએ વાંકાનેર પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડીનાં નિર્માણમાં આર્થીક અનુદાન આપનાર દાતાઓનો સન્માન સમારોહ કોરોના ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો હતો વાંકાનેરનાં મિલપ્લોટ વિસ્તારનાં મુખ્ય માર્ગ પર ૨૦૦૮ માં ૨૫૦૦ વાર જેટલી વિશાળ જગ્યામાં પાટીદાર સેવા સમાજની વાતાનુકૂલિત અદ્યતન વાડીનું લાખોની માતબર રકમનાં ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું, સમયાંતરે આ વાડીમાં યોગદાન આપનાર દાતાઓનો સન્માન કાર્યક્રમ સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ જ્ઞાતિની વાડીમાં કોરોના ગાઈડ લાઈન ધ્યાનમાં રાખીને રાખવામા આવ્યો હતો જેમાં વાંકાનેર પાટીદાર સેવા સમાજનાં પ્રમુખ તથા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અગ્રણી ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ(જસદણ સિરામિક ગ્રૂપ), પ્રમુખ સ્થાને ખાસ ઉપસ્થિત રહેલ સીદસર ઉમિયા મંદિરનાં પ્રમુખ અગ્રણી જેરામભાઈ વાંસજાળીયા, વેલજીભાઈ પટેલ(બોસ સિરામિક-મોરબી), પોપટભાઈ કગથરા, ટી. ડી. પટેલ, રામજીભાઈ પનારા, બેચરભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઢોલરીયા, પંચાણભાઈ ભૂત, જયંતિભાઈ પડસુમબીયા, જયંતીભાઈ રાનીપા અને કારોબારી સહિત વાંકાનેર મોરબીનાં પાટીદાર ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતાં અને આગેવાનોના હસ્તે દાતાઓનું મોમેન્ટ અર્પણ કરી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું,