મોરબીમાં માનસિક અસ્થિર પત્નીની સેવાચાકરીથી કંટાળીને ગળાફાંસો ખાઇ લેતા આધેડનું મોત
વાંકાનેરનાં નિલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ માસ નિમિત્તે " ભસ્મ આરતી " યોજાઈ
SHARE
સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભાવિકોએ અલૌકિક ભસ્મ આરતીનો લીધો દર્શનલાભ
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર : શહેર મધ્યે ચાવડી શેરી ખાતે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ગઈ કાલે સોમવારે ભસ્મ આરતી અને દીપ માળાનું આયોજન કરવામાં આવતાં ભાવિકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શન લાભ લીધો હતો.
વર્ષો જુના નિલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ માસની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે, શ્રાવણ માસનાં દરેક સોમવાર દરમ્યાન વિવિધ શણગાર સહિતનાં આયોજન કરવામાં આવે છે, ગઈકાલે સોમવારે દીપમાળા અને ભસ્મ આરતી યોજવામાં આવતાં આ અલૌકિક દર્શનનો ભાવિકો એ સોશ્યલ ડિસ્ટન્સ સાથે લાભ લીધો હતો, આયોજન સફળ બનાવવા તથા નિલકંઠ મહાદેવ મંદિરનાં સતત વિકાસ માટે આ વિસ્તારનાં લતાવાસીઓ અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.