મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર વગર વાંકે ભીક્ષુકને માર મારનાર બે ઇસમોની શોધખોળ
મોરબીમાં માનસિક અસ્થિર પત્નીની સેવાચાકરીથી કંટાળીને ગળાફાંસો ખાઇ લેતા આધેડનું મોત
SHARE
મોરબીમાં માનસિક અસ્થિર પત્નીની સેવાચાકરીથી કંટાળીને ગળાફાંસો ખાઇ લેતા આધેડનું મોત
મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં આધેડે ફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજયું હતું.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના મકરાણી વિસ્તારમાં રહેતા બસીરભાઇ દિનમામદભાઇ બ્લોચ નામના ૬૫ વર્ષીય વૃદ્ધે તેમના ઘરે ગળાફાંસો ખાઇ લેતાં તેમનું મોત નીપજયું હતું બનાવને પગલે તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડાતા હોસ્પિટલ સત્તાવાળાઓએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી તપાસ અધિકારી વી.પી.છાસીયાએ તપાસ કરતા તેમની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું કે મૃતક બસીરભાઈના પત્ની માનસિક અસ્વસ્થ હોય અને અવસ્થાને પગલે તેમના પત્નીની સેવાચાકરીથી કંટાળી ગયા હોય તેના લીધે ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું જેથી તેમનું મોત નિપજ્યું છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના માટેલ રોડ ઉપર પાવર હાઉસ નજીક ભોલેબાબા ગેરેજ નામે ધંધો કરતાં અને ત્યાં જ ઢુવા નજીક રહેતા સરોજકુમાર કોલ નામનો ચાલીસ વર્ષનો યુવાન બાઇક લઇને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થતા ઈજાગ્રસ્ત સરોજકુમારને સારવારમાં મોરબી ખસેડાયો હતો.સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સરા વિસ્તારમાં શીતળા માઁ મંદિર નજીક રહેતા દિનેશભાઇ ચકુભાઈ મેવાડા નામનો ૩૪ વર્ષનો યુવાન ઘરેથી રિક્ષા લઈને હળવદ તરફ જતો હતો ત્યાં રસ્તામાં તેની રીક્ષા પલ્ટી મારી જતા ડાબા પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશ મેવાડાને સારવારમાં મોરબી લવાયો હતો.
મહિલા સારવારમાં
મોરબીના કંડલા બાયપાસ પાસે શીયાળની વાડી વિસ્તારમાં રહેતા જશોદાબેન સુરેશભાઈ નકુમ નામની ૩૩ વર્ષીય મહિલા બાઈક ના પાછળના ભાગે બેસીને જડેશ્વર રોડ ઉપરથી જતા હતા ત્યાં સજજનપર(ટંકારા) ગામે જીન નજીક બાઇક સ્લીપ મારી જવાના બનેલા બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા જશોદાબેન નકુમને સારવારમાં અહિંની ક્રિષ્ના હોસ્પિટલે લવાયા હતા.જ્યારે વાંકાનેરના બંધુનગર પાસે આવેલ પેગ્મેન સિરામિક નામના યુનીટ પાસે રહીને મજૂરી કામ કરતો સુભરાષીભાઈ અરસનભાઈ ફકીર નામનો ૩૫ વર્ષીય યુવાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર કોઈ કારણોસર માથામાં નાંખવાની મહેંદી પી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”