મોરબી સબ જેલમાં બંધ ભાઈઓને બહેનોએ રક્ષા કવચ એટલે કે “રાખડી” બાંધીને ઉજવ્યો રક્ષાબંધનનો પર્વ
વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા
SHARE
વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા
( કેતન ભટ્ટી દ્વારા ) વાંકાનેરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા હતાં.
પવિત્ર રક્ષાબંધન પર્વ પર યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કરવાનું ઐતિહાસિક ધાર્મિક મહાત્મ્ય રહેલું છે, ત્યારે વાંકાનેરમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે રક્ષાબંધનનાં પાવન પર્વ પર ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા હતાં, ગાયત્રી શક્તિપીઠનાં સંચાલક અશ્વિનભાઈ રાવલ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી, પ્રથમ યજ્ઞોપવીતનું પૂજન અર્ચન કરી ત્યાર બાદ યજ્ઞોપવીત ધારણ કરાવવામાં આવી હતી.