મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં બંધ ભાઈઓને બહેનોએ રક્ષા કવચ એટલે કે “રાખડી” બાંધીને ઉજવ્યો રક્ષાબંધનનો પર્વ


SHARE

















મોરબી સબ જેલમાં બંધ ભાઈઓને બહેનોએ રક્ષા કવચ એટલે કે “રાખડી” બાંધીને ઉજવ્યો રક્ષાબંધનનો પર્વ

 રક્ષાબંધનના પવિત્ર દિવસની આજે દરેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે અને બહેનો તેના ભાઈને રક્ષા કવચ એટલે કે “રાખડી” બાંધી રહી છે ત્યારે મોરબી સબ જેલની અંદર રહેલા કેદીઓને પણ તેની બહેનનો રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને જેલ પ્રશાસન દ્વારા કોરોના ગાઈડ લાઇનને ધ્યાનમાં રાખીને રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો તેના ભાઈને રાખડી બાંધે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, સમગ્ર દેશની અંદર આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના જેલ રોડ ઉપર આવેલ સબ જેલ ખાતે બંધ રહેલા કેદી ભાઈઓને પણ તેઓની બહેનો રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી શકે તે માટે થઈને જેલ પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખાસ કરીને સરકાર તરફથી કોરોના ગાઈડ લાઇન આપવામાં આવેલી છે તેમજ જેલ પ્રશાસન તરફથી જે સૂચના આપવામાં આવી હતી તેનું ધ્યાન રાખીને મોરબીની સબ જેલની અંદર બંધ રહેલા કેદી ભાઈઓને તેઓની બહેનો રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી શકે તે માટે મોરબી સબ જેલના જેલર એલ.વી. પરમારની સુચના મુજબ સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાખડી બાંધવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને આ જેલની અંદર બંધ રહેલા ૨૫૪ જેટલા કેદી ભાઈઓમાંથી ૧૨૫ કરતાં વધુ કેદીઓની બહેનો જેલ ખાતે આવી હતી અને ત્યાં આવીને પોતાના ભાઈને રક્ષા કવચ એટલે કે રાખડી બાંધી હતી અને તેની લાંબી ઉમર માટે પ્રાર્થના અને દુઆઑ કરી હતી




Latest News