મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના નવા હોદેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો


SHARE













મોરબી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના નવા હોદેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના વર્ષ ૨૦૨૧-૨૨ ના હોદેદારોનો શપથગ્રહણ સમારોહ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ લોર્ડઝ ઈકો ઈન હોટેલમાં યોજાયો હતો જેમાં લાયન સભ્યો તેમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા જેમાં નવા પ્રમુખ તરીકે ટી.સી.  ફુલતરીયા,મંત્રી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડિયા  તેમજ ક્લબના કેબિનેટના સભ્યોને ઇન્સ્ટોલેશન ઓફિસર પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમ.જે.એફ. રમેશભાઈ ઘેટીયાએ શપથ લેવડાવ્યા હતા તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીમાં નવા જોડાયેલા સભ્યોનું  ઇન્ડકસન અને શપથ વિધિ  પી.એમ.જે.એફ. વસંતભાઈ  મોવલીયા ડિસ્ટ્રિક્ટ ગવર્નર (સોરાષ્ટ્ર કચ્છ )એ કરાવેલ હતી આ તકે શપથ વિધિ સમારોહમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર  પી.એમ.જે.એફ. લાયન ચંદ્રકાન્ત દફતરી, ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી મુકેશભાઈ કોંરાટ, રીજીયન ચેરમેન એમ.જે.એફ. રમેશભાઈ રૂપાલા, ઝોન-૩ ચેરમેન  એમ.જે.એફ. તુસાર દફતરી, ઝોન-૪ ચેરમેન ધર્મવિરસિંહ જાડેજા દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં સેવાના કામમાં ઉમદા યોગદાન આપનાર કર્મવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કોરોનાં વોરિયર તરીકે મીનાક્ષીબેન તૅમજ જીગુભાઈ કાવર, ચંદુભાઈ કુંડારીયા, રમેશભાઈ કૈલા,પર્યાવરણ પ્રેમી તરીકે મનશુખભાઈ દેત્રોજા, સેવા પરમો ધર્મ  તરીકે ચિત્રા હનુમાનજી ધૂન મંડળનું, ડાયાબિટીસના કાયમી પ્રોજેક્ટના માનદ સેવક તરીકે ડૉ. નિલેશભાઈ ભાડજાનું તેમજ વુમન એનપાવરર્મેન્ટમાં રશ્મિકાબેન રૂપાલાનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને નાનજીભાઈ મોરડીયા દ્વારા આભાર વ્યક્ત કરીને સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો






Latest News