વાંકાનેર તાલુકામાં ઢુવા પાસે ફાઈન સીરામીકના મજુર કવાટર્સમાં લૂંટ કરનાર આરોપી જામીન મુક્ત
મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની વાકાનેર ગાયત્રી મંદિર ખાતે વરણી કરાઈ
SHARE
મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની વાકાનેર ગાયત્રી મંદિર ખાતે વરણી કરાઈ
મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, અનિલભાઈ પંડ્યા, ભુપતભાઈ પંડ્યા, રજનીભાઇ રાવલ, નરેન્દ્રભાઈ જોશી (નરુમામા), જયેશ ઓઝા, શંકરભાઈ મઢવી, તેજસ જાની સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમા જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સમિતિના સભ્યો સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વાનુમતે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે વાકાનેના ભરતભાઈ ઓઝા, મહામંત્રી તરીકે મોરબીના ચિંતનભાઈ ભટ્ટ, કારોબારીમાં વાકાનેરના બાબુભાઈ રાજગોર તથા મોરબીના એન.એન.ભટ્ટની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુક્ત હોદેદારોએ ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલના આશીર્વાદ મેળવી સમાજસેવા કરવાની પ્રેરણા આપી હતી. અને વાકાનેર ઔદિચ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ રજનીભાઇ રાવલ દ્વારા સમાજને પ્રેરણારૂપ વાત કરી હતી જ્યારે મોરબી પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા દ્વારા પરશુરામ ધામ દ્વારા કરવામાં આવેલ વિવધ સેવાકીય પ્રવૃતિઓની જાણકારી આપી હતી તથા અનિલભાઈ મહેતા દ્વારા સમાજના સંગઠનને લગતી તથા સમાજ માટે હરહંમેશ કામ કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમને અંતે પુષ્કરભાઈ ત્રિવેદીએ મોરબી જિલ્લામાંથી આવેલા તમામ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો