મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ઢુવા પાસે ફાઈન સીરામીકના મજુર કવાટર્સમાં લૂંટ કરનાર આરોપી જામીન મુક્ત


SHARE





























વાંકાનેર તાલુકામાં ઢુવા પાસે ફાઈન સીરામીકના મજુર કવાટર્સમાં લૂંટ કરનાર આરોપી જામીન મુક્ત

વાંકાનેર તાલુકામાં ઢુવા પાસે આવેલ ફાઈન સીરામીકના મજુર કવાટર્સમાં વર્ષ ૨૦૦૦ માં લૂંટ નો બનાવ બનેલ હતો જે ગુનામાં થોડા દિવસો પહેલા એક આરોપીને પકડવામાં આવ્યો હતો જેને કેલ હવાલે કરવામાં આવ્યો હતો જો કે, તેની જમીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીને વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન મુક્ત કરેલ છે

ગત તા.૦૫-૦૨-૨૦૦૦ ના રોજ ઢૂવા પાસેના ફાઈન સીરામીક કારખાનામાં આરોપીઓ લૂંટ કરવાના ઇરાદે દીવાલ ટપી ફરિયાદી કોશલકુમાર સુદામાભગત દેસાઈ ક્વાટર્સ પાસે જઈ ફરિયાદીના ક્વાટર્સ ઉપર ચડી નળિયાં ખેંચવી ફરિયાદી તેના કુટુંબ સાથે સુતા હતા તેના ઉપર નાનો પથ્થર ફેંકેલ જેથી ફરિયાદી અને તેના પત્ની જાગી ગયેલ તેઓએ કવાટર્સ ઉપર માણસને જોતા કોઈ ચોર હોવાનું લાગતા તેણે બીજા માણસોને બોલાવવા માટે તાત્કાલિક ક્વાટર્સનું બારણું ખોલેલ તો એ વખતે બારણાં પાસે ઉભેલા બે આરોપીઓ પૈકી એક આરોપીએ ફરિયાદીના ક્વાટર્સમાંથી ફરિયાદી શૂટકેશ લઇ ભાગવાની કોશિષ કરી હતી ત્યારે ફરિયાદીએ આરોપીને પકડી લિધેલ જેથી આરોપીઓએ પરાણે શૂટકેશ લઇ જવા માટે આરોપીએ ફરિયાદીને ઢીંકા પાટુનો માર મારેલ હતો તેમજ અન્ય આરોપીએ ફરીયાદીને છરી વતી ઈજાઓ કરેલ હતી જેથી ફરિયાદી તથા ફરિયાદીના પત્ની રાડારાડ કરતા બીજા મજૂરો આવી ગયેલા હતા અને આરોપીઓ નાશી ગયેલા અને આરોપી સંજય બાપુને પકડી અને રાંઢવાથી હાથ બાંધી દઈ લાકડા સાથે બાંધી દીધેલ હતો

ત્યાર બાદ ફરિયાદીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસે લૂંટ  સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધેલ હતો અને ત્યારબાદ આરોપી રમણ અબુ ઉર્ફે આલુ દેવધાની તા.૧૭-૦૭-૨૦૨૧ ના રોજ અટક કરી નામદાર કોર્ટ સમક્ષ રજુ કરેલ હતો અને આરોપીને જેલ હવાલે કરવા હતો ત્યારબાદ આરોપી રમણ દેવધાએ એડવોકેટ એસ.એમ. શેરસિયા મારફત નામદાર કોર્ટમાં જામીન કરેલ હતી જે કામે આરોપીના વકીલે ધારદાર દલીલો કરી અને નામદાર ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ રજુ રાખેલ હતા જે તમામ હકીકતોને ધ્યાનમાં લઇ આરોપી રમણ અબુ દેવધાને ૧૫૦૦૦ ના જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે આ કામે આરોપી રમણ અબુ ઉર્ફે આલુભાઈ દેવધા વતી મુસ્કાન એસોસિએટસના એડવોકેટ એસ.એમ.શેરસિયાએ.એ.માથકિયાપી.એલ.નંધાકે.બી.ભુરીયાતથા બી.એસ.લૂંભાણી રોકાયેલ હતા
















Latest News