મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે કારખાનામાં બનાવ : લોડર ફરી વળતાં બાળકનું મોત


SHARE







મોરબીના રંગપર પાસે કારખાનામાં બનાવ : લોડર ફરી વળતાં બાળકનું મોત

મોરબી જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં ગોઝારો બનાવ બન્યો હતો જેમાં કારખાનાની અંદર રમી રહેલા બાળકે લોર્ડર ચાલકે હડફેટે લેતા બાળકના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલા મોરલ સીરામીક નામના કારખાનાના લેબર કવાટરમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની ભાઈલાલભાઈ લાલસિંહભાઈ કનોજેનો ૧૧ વર્ષનો દીકરો કરણ ગઈકાલ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં કારખાનામાં રમી રહ્યોં હતો તે દરમિયાન લોડર નંબર જીજે ૩૬ એસ ૨૮૨૮ ના ચાલક અનિરુદ્ધ ઉર્ફે અનીલ ડાયાલાલ ખોડીયા નામના ઈસમને કરણને અડફેટે લીધો હતો. આરોપી લોડર ચાલકે પૂર ઝડપે પોતાનું લોડર હંકારીને કરણને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે કરણને દવાખાને લઈ જવાયો હતો જોકે ત્યાં તેને મૃત જાહેર કર્યો હતો અને બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા હાલમાં મૃતક કરણના પિતા ભાઇલાલભાઈ કનોજે (૩૫) હાલ રહે.જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં મોરલ સીરામીક નામના કારખાનાના લેબર કવાટરમાં રહેતા અને મૂળ રહે. મધ્યપ્રદેશ એ લોડર ચાલક અનિરુદ્ધ ઉર્ફે અનીલ ડાયાલાલ ખોડીયા સામે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હોય બીટ જમાદાર એએસઆઇ આર.બી.વ્યાસે આગળની તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પીતા સારવારમાં


ટિંબડીના પાટીયા પાસે સિરામિક નજીક રહેતા કનૈયાભાઈ ખીમાભાઈ રાઠોડ નામના ૧૭ વર્ષીય યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં અહીની સદભાવના હોસ્પિટલ ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં ઈજા

મોરબીના હાજનાળી ગામના રહેવાસી સાહિલભાઈ મનસુખભાઇ ધંધુકિયા ૧૮ અને વેરશીભાઈ રાજેશભાઇ રૂદાતલા ૧૮ નામના બે યુવાનો ડબલ સવારી બાઈકમાં જતા હતા ત્યારે બરવાળા પાસે તેમનું બાઇક સ્લીપ થઇ જતાં બંને ઈજાગ્રસ્તોને અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે મોરબી તાલુકાના જેતપર ગામે મેલડી માતાના મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ ભરત વલ્લભ ઉધરેજીયા નામના ૨૫ વર્ષના યુવાનને ઇજાઓ થતાં તેને જેતપરના પીએચસી ખાતે સારવાર લીધા બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ ખસેડાયો હતો






Latest News