મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે યુવાનને આંતરીને લૂંટ ચલાવનાર ચાર શખ્સોની ૧.૫ લાખના મુદામાલ સાથે ધરપકડ 


SHARE











મોરબીના પીપળી પાસે યુવાનને આંતરીને લૂંટ ચલાવનાર ચાર શખ્સોની ૧.૫ લાખના મુદામાલ સાથે ધરપકડ 

મોરબીના પીપળી રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ પાણીના ટાંકા પાસેથી પસાર થઈને યુવાન થોડા દિવસો પહેલા પોતાના ઘરે રાત્રિના સમયે જતો હતો ત્યારે યુવાનને રોકીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા તેની પાસેથી બે મોબાઇલ ફોનની માર મારીને લૂંટ ચલાવવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેનાધારે પોલીસે હાલમાં ચારેય આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૧૨ મોબાઈ અને બે બાઇક મળીને દોઢ લાખનો મુદામાલ કબજે કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સરદાર રોડ ઉપર આવેલ સુધારા વાળી શેરીમાં ફાયર સ્ટેશનની સામેના ભાગમાં રહેતા વિહાર વિનયચંદ્ર જોશી (ઉમર ૩૨) પિપળી ગામે પાણીના ટાંકા પાસેથી થોડા દિવસો પહેલા રાતે પસાર થતો હતો ત્યારે નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર લઈને બે શખ્સો અને સિલ્વર કલરના બાઈકમાં બીજા બે શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને ફરિયાદી યુવાનનું બાઇક ઊભું રખાવીને તેને બાવળની ઝાડીમાં લઈ ગયા હતા જ્યાં તેમણે ઢીકાપાટુનો માર મારીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને તેની પાસે ૧૫ હજાર રૂપિયાની કિંમતના બે મોબાઇયલની લૂંટ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટના  બનાવની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપસ કરીને હાલમાં લૂંટના ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે

હાલમાં પોલીસ પાસેથી મલ્ટી માહિતી મુજબ રાહુલ ઉર્ફે રાવો મુકેશભાઇ દેગામાં જાતે કોળી (૨૦) સોઓરડી શેરી-૧૩ મોરબી, મેહુલ જયંતિભાઈ આઘારા જાતે કોળી (૨૦) રહે ગ્રીન લેન્ડ ચોકડી નવાગામ જ્કાતનાકા પાસે રાજકોટ, સાહિલ સલિમભાઈ ચૌહાણ સિપાઈ (૧૯) ખાત્રીવાડ શેરી-૭ મોરબી અને મોહસીન હમીદભાઈ કટિયા (૧૯) રહે ત્રાજપર ખારી મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ એક મોબાઈલ તેમજ તેના ચાર મોબાઈલ અને અન્ય રાહદારીઓ સહિતના પાસેથી લૂંટેલા ૭ મોબાઈલ આમ કુલ મળીને ૭૦ હજારના મોબાઈલ અને ૮૦ હજારની કિંમતના બે બાઇક આમ કુલ મળીને દોઢ લાખનો મુદામાલ કબજે કર્યો છે






Latest News