મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દ્વારા અન્ય હોદ્દેદારોની વરણી
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે તળાવમાંથી પાણીચોરી રોકવાની માંગ
SHARE
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે તળાવમાંથી પાણીચોરી રોકવાની માંગ
હાલમાં વરસાદ ખેચાયો છે ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણી છે તે જથ્થાને બચાવવામાં આવે તેની તાતી જરૂર છે ત્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ તળાવમાંથી ગેરકાયદે પાણીચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને પાણીના ટેન્કરો ભરીને પાણી કારખાનામાં વેચાવામાં આવવી રહ્યું છે જેથી આ પાણી ચોરીને રોકવામાં આવે તેના માટે જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે
વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામના રહેવાસીએ કલેકટરને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યું છે કે વરસાદ ચાલુ વર્ષે ખેંચાયો છે અને ગામમાં પાણીનો મુખ્ય સ્ત્રોત તળાવ છે જેમાથી દેવાભાઈ વિંજવાડિયા અને ચંદુભાઈ વિંજવાડિયા ગેરકાયદે પાણીચોરી કરી કોઈપણ મંજુરી કે અધિકાર વિના પાણીના ટેન્કરો ભરી કારખાનામાં પાણી વેચાણ કરી રહ્યા છે જેને રોકવા જતા ધમકીભર્યા જવાબો આપવામાં આવે છે ત્યારે પાણીની તંગીને ધ્યાનમાં રાખીને પાણીચોરીને રોકવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં તેઓએ લખ્યું છે કે, પાણી ચોરી કરનારા રાજકીય વગ વાળા છે અને ઝનૂની છે અગાઉ ગંભીર ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે જેથી તેઓને પોલીસ કે કાયદાનો ડર નથી માટે તેને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો આગામી એક સપ્તાહમાં નક્કર કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગ્રામજનો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.