મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તો લાખો શ્રમિકોની રોજગારી સામે પ્રશ્નાર્થ, ઉદ્યોગકારોએ ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાઈ તેવા સંકેત મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે જી.કે.હોટલના ગ્રાઉન્ડમાં હોળીની રાતે નાળિયેરની રમત રમતા યુવાન સહિતનાઓને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીથી સેનેટરીવેર્સ અને પ્લાસ્ટીક પ્રોડકટના એક્સપોર્ટ માટે હાલમાં ગોલ્ડન પિરિયડ: નિલેશભાઇ જેતપરીયા


SHARE













મોરબીથી સેનેટરીવેર્સ અને પ્લાસ્ટીક પ્રોડકટના એક્સપોર્ટ માટે હાલમાં ગોલ્ડન પિરિયડ: નિલેશભાઇ જેતપરીયા

મોરબીમાથી હાલમાં ટાઇલ્સને જુદાજુદા દેશમાં એક્સ્પોર્ટ કરવામાં આવે છે જો કે, સેનેટરીવેર્સ તેમજ પ્લાસ્ટીક પ્રોડકટના એક્સપોર્ટ માટે હાલમાં ગોલ્ડન પિરિયડ છે તેવું મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ કહી રહ્યા છે અને જો ટાઇલ્સની સાથે આ પ્રોડક્ટને પણ એક્સ્પોર્ટ કરવામાં આવે તો આગામી દિવસોમાં તેના સારા પરિણામ મળે તેવી શ્ક્યતા છે

ઇન્ટરનેશનલ માર્કેટમા એક્સપોર્ટ કરવામા કંટેનરના ભાડા વધતા ટાઇલ્સની સાથે મોરબીમાથી સેનેટરીવેર્સ તેમજ પ્લાસ્ટીક પ્રોડકટ એક્સપોર્ટ થવાની સંભાવનાઓ છે ત્યારે મોરબીમા જે પણ બિલ્ડીંગ મટીરીયલ્સને લગતી પ્લાસ્ટીક પ્રોડકટ બનાવતા હોય તેઓ જો સિરામીક સાથે એક્સપોર્ટ કરે તો ૨૦ ફુટ અથવા તો ૪૦ ફુટ ના કંટેનરમા ૨૩થી ૨૪ ટન ટાઇલ્સ અને બીજી જેનુ વજન હળવુ હોય તે પ્રોડકટ જો સાથે એક્સપોર્ટ કરે તો તેમા ચાયનાની હરીફાઇમા પણ એક્સપોર્ટ કરી શકાય તેમ છે કારણ કે, આ ઇન્ટરનેશનલ ભાડા કંટેનરના વધ્યા છે તેના કારણે મોરબી આફ્રીકા અને બીજા દુરના દેશોમા આ પ્રોડકટ સાથે એક્સપોર્ટ કરી શકે તેમ છે ત્યારે આવી પ્રોડકટનુ ઉત્પાદન કરતી કંપનીઓ અને એક્સપોર્ટરો જો થોડીક મહેનત કરશે તો બંનેને ફાયદો થશે અને સાથોસાથ ઇમ્પોર્ટરોને પણ ફાયદો થઇ શકે તેમ છે તેવું મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ નિલેષભાઈ જેતપરિયાએ જણાવ્યુ છે






Latest News