મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આઇ.સી.ડી.એસ દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 


SHARE

















મોરબી જિલ્લામાં આઇ.સી.ડી.એસ દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 

ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જન આંદોલન માટે રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ હોય જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં પોષણ અભિયાન નો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવેલ છે.


રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી અંતર્ગત સપ્તાહિક થીમ પ્રમાણે પ્રવૃત્તિઓ આઇ.સી.ડી.એસ દ્વારા હાથ ધરવામાં આવી રહી  છે. મોરબી જિલ્લામાં પણ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્રોમાં કુપોષણ નાબુદી અભિયાન અંતર્ગત તેમજ સગર્ભા, બાળકો, કિશોરીઓને શુદ્ધ આહાર અંગેની સમજણ તેમજ સ્વચ્છતા અંગેની માહિતી આપવા સહિતની રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. મોરબી  જિલ્લા પંચાયત પ્રોગ્રામ ઓફીસર કોમલબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ તાલુકા બાળ વિકાસ યોજના અધિકારીઓ અને મુખ્ય સેવિકાઓ તેમજ આંગણવાડી બહેનો આ પ્રવૃતિમાં લાભાર્થીઓને વિવિધ સમજણ આપવા સહિતની કામગીરી કરી રહી છે.

સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં પોષણ વાટિકા ના સંદર્ભમાં આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, પંચાયત અને અન્ય જાહેર સ્થળોમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. બીજા સપ્તાહમાં પોષણ માટે યોગ અને આયુષ અંતર્ગત સગર્ભા, બાળકો, કિશોરીઓને યોગ કરાવવા અંગેની સમજણ આપવામાં આવશે. ત્રીજા સપ્તાહમાં અતિકુપોષિત વિસ્તારમાં લાભાર્થીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ અને  ચોથા સપ્તાહમાં જિલ્લામાં અતિ કુપોષિત બાળકોને શોધીને ન્યુટ્રીશન ખોરાક પૂરો પાડવા સહિતની કામગીરી વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કરવામાં આવશે.




Latest News