મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘની સામાન્ય સભા તેમજ કારોબારી મીટીંગ યોજાઇ


SHARE













મોરબી જીલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘની સામાન્ય સભા તેમજ કારોબારી મીટીંગ યોજાઇ

શ્રી મોરબી જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો, કારોબારી મિત્રો તેમજ સર્વે શિક્ષક મિત્રો દ્વારા સામાન્ય સભા તેમજ કારોબારી મીટીંગનું આયોજન અહિંની શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં મોરબી ઘટક સંઘના તમામ હોદ્દેદારો કારોબારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ તકે ગુજરાત રાજ્ય ઉચ્ચત્તરર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, મહામંત્રી રમેશભાઈ ઠક્કર તેમજ તેમની સાથે મહામંડળના બોર્ડના માન્ય ઉમેદવાર અને છોટાઉદેપુર ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ મુકેશભાઈ પટેલ તેમજ અમદાવાદ ગ્રામ્ય ઉ.માં.શિક્ષક સંઘના પ્રમુખ રાજુભાઈ પટેલ તેમજ છોટાઉદેપુરથી અશોકભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેવા કે પાંચ વર્ષની સળંગ નોકરી, ફાજલના પરિપત્રમાં સુધારો, જુના શિક્ષકોની ભરતી, જૂની પેન્શન યોજના તેમજ જિલ્લા કક્ષાના પ્રશ્નો જેવા કે CPF નંબર લેવા માટે પડતી મુશ્કેલીઓ માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં ભરતભાઈ પટેલે બધા પ્રશ્નોની ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા કરી હતી અને પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તે અંગેના તમામ પ્રયત્નો ચાલુ છે અને પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તે માટે મહામંડળ તમામ પ્રયત્નો કરી જ રહ્યું છે તેવી હૈયાધારણા આપી હતી. તેમજ આગામી બોર્ડની ચૂંટણીમાં મહામંડળના માન્ય ઉમેદવાર મુકેશભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે  પણ અપીલ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન ઘટક સંઘના હોદ્દેદારો અને કારોબારીઓ દ્વારા કરવામાં આવેલું હતું. જેમાં કાર્યક્રમનું સફળ સંચાલન ઘટક સંઘના મહામંત્રી વિશાલભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવેલું હતું તેમજ સંગઠનને મજબૂત બનાવવા માટે સંઘના પ્રમુખ ભગવાનભાઈ કુંભારવાડીયા દ્વારા સંઘના કાર્યો અને સંગઠન શક્તિનો ચિતાર આપવામાં આવેલો હતો.ઘટક સંઘના હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ અને સાલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની આભારવિધિ સંઘના સંગઠનમંત્રી સચિનભાઈ કામદાર દ્વારા કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત રહેલા સંઘના તમામ સારસ્વત મિત્રોનો હોદેદારોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમજ મીટીંગ અને આયોજન માટે શ્રીમતિ એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતિ ઉષાબેન જાદવનો પણ આ તકે સંસ્થાના પ્રમુખ ભગવાનભાઇ કુંભરવાડિયા, મહામંત્રી વિશાલભાઈ ગોધાણીએ આભાર માન્યો હતો.








Latest News