માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોનાકાળમાં લોકોને મદદરૂપ બનનાર જાણીતા ડોકટર બી.કે.લહેરૂનુ સન્માન કરાયુ


SHARE

















મોરબીમાં કોરોનાકાળમાં લોકોને મદદરૂપ બનનાર જાણીતા ડોકટર બી.કે.લહેરૂનુ સન્માન કરાયુ

છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કાળ ચાલી રહ્યો હોય અને તેના લીધે મોરબીમાં કાર્યરત વરિષ્ઠ નાગરિક મંડળ એટલે કે સિનિયર સિટીઝન કાઉન્સિલની મીટીંગ મળી ન હતી જેથી કરી તે સંસ્થા દ્રારા ગઇકાલે જનરલ મીટીંગનું મોરબીની મહેશ હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વ્યસક નાગરિકો હાજર રહ્યા હતા અને તેમને લગતા પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી.દરમ્યાનમાં કોરોનાના કપરા સમયમાં લોકોને મદદરૂપ બનવાની ભાવના સાથે કાર્યરત રહીને વૃદ્ધાવસ્થામાં પણ સક્રીય રીતે લોકોની મદદ કરનારા મોરબીના જાણીતા તબીબ ડો.બી.કે.લહેરૂને કાર્યક્રમ દરમ્યાન સન્માનીત કરવામાં આવ્યા હતા.

મોરબીની સિનીયર સીટીઝન કાઉન્સીલના પ્રમુખ તથા નામાંકિત તબીબ ડો.બી.કે.લહેરૂએ કોરોનાની પ્રથમ લહેરમાં કોરોનાકાળ દરમ્યાન જયારે તમામ દવાખાના બંધ હતા ત્યારે પંદર દિવસ વિનામૂલ્ય દવાઓનું વિતરણ કરેલ.જન્મ અને મૃત્યુ ઇશ્વર આધારીત છે તેમજ જંગલમાં રહેવું અને સિંહથી ડરવું તે ડરપોકની નિશાની છે.તેવા મજબુત વિચાર સાથે કોરોનાના દર્દીઓની અથાગ સેવા કરીને તેમણે માનવસેવાનુ ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યપ હતુ.જીવનમાં ગાંધીજીની જેમ સત્ય અને નિષ્ઠાથી રહેવું જોઇએ આ તબકકે સિનીયર સીટીઝન કાઉન્સીલના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ મહેતા, મંત્રી મહેશભાઇ ભટ્ટ, એડવોકેટ જગદીશભાઇ ઓઝા, મહેશભાઇ પીંગલ, ડો.જાડેજા તથા તમામ સભ્યોએ ડો.બી.કે.લહેરૂનું હાર પહેરાવી તેમજ સાલ ઓઢાળીને અહિંના શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે સન્માન કર્યુ હતુ.આ તકે સિનીયર સીટીઝન સંસ્થાના મોટાભાગના સભ્યો હાજર રહ્યા હતા.




Latest News