મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે સિરામિક યુનિટના મશીનમાં માથું આવી જવાથી મજૂરનું મોત


SHARE













વાંકાનેરના માટેલ રોડે સિરામિક યુનિટના મશીનમાં માથું આવી જવાથી મજૂરનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સિરામિકના કારખાના મજૂરીકામ દરમિયાન મશીનમાં માથું આવી જવાથી મજૂર યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ પંચમહાલના રહેવાસી અને હાલ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એસકોન સીરામીકની અંદર રહેતા અને મજૂરી કામ કરતા રામાદ્વર પાનસુ (૩૫) કારખાનાની અંદર મજુરી કામ કરી રહ્યો હતો ત્યારે માથું મશીનમાં આવી જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરે છે

બાઇક ચોરી

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ શની પાજી કા ઠાબાની બાજુમાથી તા. ૧/૮ ના રોજ મોરબીના પંચાસર રોડ ઉપર શ્યામ સોસા.-૧ માં રહેતા હર્ષદભાઇ નિલેશભાઇ કાસુંદ્રા જાતે પટેલ (ઉ.૨૧) નું બાઇક જી.જે. ૩૬ એ.બી. ૨૩૫૩ વાળુ કોઈ ચોરી કરી ગયેલ હતું જેથી કરીને તેને હાલમાં આ અંગેની લાલ તથા કાળા કલરનુ ૫૦,૦૦૦ ની કિંમતનું બાઇક ચોરી થયું હોવાની ફરિયાદ નોંધાવી છે




Latest News