મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનન કરતા બે વાહનો જપ્ત કરાયા


SHARE





























મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનન કરતા બે વાહનો જપ્ત કરાયા

મોરબી ખાણ ખનીજ વિભાગના બી.બી.પટેલ દ્વારા બાતમીના આધારે શનિવાર મોડી રાત્રીના એક વાગ્યે રેડ કરવામાં આવી હતી જ્યાં ખનન કરતા પીળા કલરનું એકસલેટર મશીન તેના ચાલક દેવજી કરશન સાવલિયા રહે. ગુજરાત હાઉસિંગ સોસાયટી મોરબી તેમજ પીળા કલરનું જેસીબી મશીન તેના ચાલક મેરામ બીજલ ખાંભલા રહે.સોખડા મોરબી વાળાઓ સાથે અનઅધિકૃતપણે ખનીજ ખનન કરતા પકડી પાડીને બંને વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને બંને વાહનોને દંડ વસુલવાની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ભારે મોટી માત્રામાં ખનીજ ચોરી થાય છે જેમાંથી પાશેરામાં પૂણી સમાન કામગીરી વિભાગ દ્વારા કરવામાં આવે છે માટે ઉચ્ચ કક્ષાએથી સમયાંતરે વોચ ગોઠવવામાં આવે તો સરકારને ભારે મોટી રેવન્યુની આવક પ્રાપ્ત થાય તેમ છે તેવું જાણકારોનું માનવું છે.

પરણીતા-યુવાન સારવારમાં

ભાવનગરના મહુવા ખાતે રહેતી કોમલબેન વિવેકભાઈ કુબાવત નામની ૨૫ વર્ષીય મહિલાને તેના ઘેર તેના પતિ, દિયર અને સસરાએ માર મારતા કોમલબેન કુબાવતને ગત મોડી રાત્રિના અઢી વાગ્યે મોરબીની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ તપાસ હાથ ધરેલ છે.જયારે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા ધ્રુવ મનહરભાઇ રાઠોડ નામના ૧૯ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા તેને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ ખોજા સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શાહરૂખ હનીફ ચીનીયા (૨૫) અને આસિફ ગફાર મોવર (૨૦) નામના બે યુવાનોને ઈજાઓ થતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે મોરબીના રવાપર રોડ ઉપર રહેતો હિત પંકજભાઈ સોરઠીયા નામનો ૧૧ વર્ષનો બાળક બાઈકની પાછળ બેસીને જતો હતો ત્યારે ઘુનડા રોડ ઉપર રસ્તામાં કુતરૂ આડુ આવતા બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમા ઈજાઓ થતાં હિત પંકજભાઇ નામના ૧૧ વર્ષના બાળકને સારવારમાં ખસેડાયો હતો.
















Latest News