મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રેપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

લો બોલો, મોરબી ડેપોની ધક્કા ગાડી બસના સમાચાર બાદ અધિકારીઓનો ડ્રાઇવરને ત્રાસ !


SHARE













લો બોલો, મોરબી ડેપોની ધક્કા ગાડી બસના સમાચાર બાદ અધિકારીઓનો ડ્રાઇવરને ત્રાસ !

મોરબી એસ.ટી. ડેપોમાં આપવામાં આવેલ બસમાં સમયસર રિપેરિંગ અને સારી બેટરીના અભાવે ઘણી બસોને થોડા સમયા પહેલા ધક્કા મારીને ચાલુ કરવામાં આવતી હતી જે મુદો પત્રકારોના ધ્યાને આવતા તેના સમાચાર બનાવવામાં આવ્યા હતા અને તે સમયે ઘણા એસટીના કર્મચારીના ઈંટરવ્યૂહ પણ લેવામાં આવ્યા હતા જો કે, એક ફિક્સ પગારદાર ડ્રાઇવરને ટાર્ગેટ કરીને અધિકારી અને યુનિયનના આગેવાનો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેથી તેઓના ત્રાસના લીધે હાલમાં હંગામી કર્મચારીએ રાજીનામુ ધરી દીધું છે જો કે, અન્ય કર્મચારીઓ સામે કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને જે તે સમયે બસમાં રિપેરિંગ કે સમાન ન હોવાથી હેરાનગતિ હતી તો તે બેદરકારી માટે કેમ કોઇની સામે પગલાં લેવામાં આવ્યા નથી

મોરબી એસટી ડેપોમાં ફિક્સ પગારદાર કર્મચારી તરીકે નોકરી કરતાં ડ્રાઇવર ઝાલા કુલદિપસિંહ મહેન્દ્રસિંહએ ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમના મેનેજીંગ ડીરેકટરને રાજીનામું ધરી દીધું છે જેમાં યુનિયન આગેવાન અધિકારીઓ, અન્ય અધિકારી, કર્મચારી સામે કેટલાક ધગધગતા આક્ષેપો કરેલ છે અને તેઓના માનસીક, આર્થિક અને શારિરીક ત્રાસથી કંટાળીને રાજીનામું મૂક્યું છે તેવો ઉલ્લેખ કર્યો છે હાલમાં જે કર્મચારીએ રાજીનામું આપેલ છે તેને લખ્યું છે કે, મોરબી ડેપોના યુનિયનના આગેવાન અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેઓને હેરાન કરવામાં આવે છે કેમ કે, મોરબી એસ.ટી. ડેપોમાં આપવામાં આવેલ બસમાં સમયસર રિપેરિંગ અને સારી બેટરીના અભાવે ઘણી બસોને થોડા સમયા પહેલા ધક્કા મારીને ચાલુ કરવામાં આવતી હતી  અને રાત્રિ રોકાણ માટે ગામડે જે બસો જતી હોય તેને ચાલુ કરવા માટે મુશ્કેલીઓ થતી હતી જેથી કરીને મુસાફરો પાસેથી આ મુદો પત્રકારોના ધ્યાને આવતા તેના સમાચાર બનાવવામાં આવ્યા હતા અને તે સમયે એસટીના હેડ મિકેનિક સહિતના ઘણા કર્મચારીના ઈંટરવ્યૂહ પણ લેવામાં આવ્યા હતા જો કે, એક ફિક્સ પગારદાર ડ્રાઇવરને ટાર્ગેટ કરીને અધિકારી અને યુનિયનના આગેવાનો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેથી તેઓના ત્રાસના લીધે હાલમાં હંગામી કર્મચારીએ રાજીનામુ ધરી દીધું છે જો કે, અન્ય કર્મચારીઓ સામે કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી ? અને જે તે સમયે બસમાં રિપેરિંગ કે સમાન ન હોવાથી જે હેરાનગતિ હતી તે બેદરકારી માટે ડેપો મેનેજર સહિતના કોઈપણ કર્મચારી સામે કેમ કોઇની સામે પગલાં લેવામાં આવ્યા નથી ? તે પ્રશ્ન છે






Latest News