મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાની બુથ સમીક્ષા બેઠક યોજાઇ


SHARE











મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાની બુથ સમીક્ષા બેઠક યોજાઇ

મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી ધીરે ધીરે મજબૂત બની રહી છે અને મોરબી સહિત ગુજરાતના દરેક ગામોમાં પોતાના કાર્યકર્તાઓની ટિમ વિશાળ બની રહી છે ત્યારે ત્યારે આગામી ચૂંટણી પહેલા દિલ્હીના આપના ધારાસભ્યની હાજરીમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાની બુથ સમીક્ષા બેઠક યોજાઇ હતી

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયાની આગેવાનીમાં બુથ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દિલ્હી સરકારના ધારાસભ્ય તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા ઉપસ્થિત રહેલ હતા આ સમીક્ષા બેઠકમાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં જનસંવેદના યાત્રા વિશે તેમજ આગામી સમયમાં આવનાર તમામ ચૂંટણીઓમાં લડાઈ કરવા માટે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી આગામી સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ બુથો સુધી જઇ પોતાના કાર્યકર્તાની નિમણૂક કરશે. આ બેઠકમાં મોરબી શહેર, મોરબી તાલુકા, હળવદ તાલુકા, વાંકાનેર તાલુકા, માળીયા મીયાણા તાલુકા તેમજ ટંકારા તાલુકાની ટીમ હાજર રહેલ હતી આ બેઠકમાં ૭૦ નવા કાર્યકર્તાઓનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ તરીકે રશ્મિબેન વરમોરા તેમજ ઉપપ્રમુખ તરીકે જ્યોત્સનાબેન ચૌહાણ અને જ્યોતિબેન પરમારની નિમણૂક કરવામાં આવેલ છે




Latest News