મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેરડા પાસે બાઇક રોડ સાઇડમાં નીચે ઉતરી જતાં ઇજા પામેલા આધેડનું મોત


SHARE







 

વાંકાનેરના ભેરડા પાસે બાઇક રોડ સાઇડમાં નીચે ઉતરી જતાં ઇજા પામેલા આધેડનું મોત

વાંકાનેર તાલુકાના લુણસર રોડ ઉપર ભેરડા ગામ પાસેથી ડબલ સવારી બાઇક ચાલકે બાઇકને રોડ સાઈડમાં નીચે ઉતારી દેતા બાઈકની પાછળ બેઠેલ આધેડને માથામાં હેમરેજ જેવી ઇજા થઇ હતી માટે તેને સારવરામાં લઇ ગયા હતા જો કે, તેનું મોત નિપજતા હાલમાંષમૃતકના દિકરાએ બાઇક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ખાનપર ગામે રહેતા પ્રવિણભાઇ કેશવજીભાઇ સરવૈયા જાતે કોળી (ઉંમર ૨૭)એ હાલમાં ધુસાભાઈ જેસીંગભાઇ ભડાણિયા રહે, સુંદરીભવાની વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમા તેને જણાવ્યું છે કે આરોપી ઘુસાભાઇ ભડાણિયાના બાઇક નંબર જીજે ૩ એફએલ ૮૧૬૭ ઉપર તેની સાથે બેસીને તેઓના પિતા કેશવજીભાઈ સરવૈયા જતા હતા ત્યારે વાંકાનેર તાલુકાના લુણસર રોડ ઉપર ભેરડા ગામ પાસે આરોપીએ પોતાના હવાલા વાળુ બાઈક રોડ સાઈડમાં નીચે ઉતારી દીધું હતું જેથી કરીને અકસ્માત  સર્જાયો હતો અને આ અકસ્માતના બનાવમાં ફરિયાદીના પિતા કેશવજીભાઇને માથાના ભાગે હેમરેજ જેવી ઈજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે.જેથી કરીને પ્રવિણભાઇએ ધુસાભાઈની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News