મોરબી પ્રધાનમંત્રી આવાસમાં “યુવા ગ્રુપ કા રાજા” નું ધામધુમથી સ્થાપન
વાંકાનેરમાં આજથી ગણેશોત્સવ પ્રારંભ: જાહેર પંડાલો અને ઘેર ઘેર ગણેશ સ્થાપન
SHARE
ગઢની રાંગ ખાતે આવેલ પૌરાણિક નિલકંઠ મહાદેવ ખાતે ગણેશ સ્થાપન કરાયું
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આજથી ગણેશોત્સવનો મંગલ પ્રારંભ થયો છે ત્યારે જાહેર પંડાલો ઉપરાંત ઘેર ઘેર પણ શહેરીજનો દ્વારા ભાવપૂર્વક ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી અનેક ધાર્મિક તહેવારો ઉત્સવોની ઉજવણી રદ કરવામાં આવી રહી હતી ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડ લાઈન મુજબ ગણેશોત્સવ ઉજવણી કરવાની છૂટ છાટ આપવામાં આવતાં ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેરમાં ગણેશોત્સવની ઉજવણી કરવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર જાહેર પંડાલો અને ઘેર ઘેર પણ ગણેશ સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ચાવડી શેરી ખાતે આવેલ પૌરાણિક નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરેક ધાર્મિક તહેવારોની ધર્મમય ઉજવણી કરવામાં આવે છે આજરોજ આ વિસ્તારનાં રહીશ હરૂભાઈ લચ્છુભાઈ કટારિયા (સિંધી) નાં ઘેરથી પ્રથમ ગણેશ પ્રતિમાનું પૂજન વિધિ કરી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને નિલકંઠ મહાદેવ મંદિર ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી ત્યારે અહીં દરરોજ આરતી સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે, આ વિસ્તારનાં લતા વાસીઓમાં ગણેશોત્સવ ઉજવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.