મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ખેરવા ગામે જ્વલંતશીલ પદાર્થ સાથે બે શખશો ઝડપાયા : ૧૯.૫૦ લાખનો મુદામાલ જપ્ત


SHARE







વાંકાનેરનાં ખેરવા ગામે જ્વલંતશીલ પદાર્થ સાથે બે શખશો ઝડપાયા : ૧૯.૫૦ લાખનો મુદામાલ જપ્ત

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર તાલુકાના ખેરવા ગામેથી શંકાસ્પદ જ્વલંત શીલ પદાર્થનાં જથ્થા સાથે બે શખશોને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતાં.

આધાર ભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ખેરવા ગામનાં પાદરમાં બાપાસીતારામ મઢૂલી વાળા ચોકમાંથી બોલેરો પીક અપ તથા ટ્રકનાં ઠાઠામાં રહેલ બેરલમાંથી 10,500 લિટર જ્વલંત શીલ પ્રવાહીનો જથ્થો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો, અને વાહનો મળી કુલ રૂ. 19,50,000 નાં મુદામાલ સાથે આરોપી  પ્રફુલ અરજણ ચોવટીયા રહે. રાજકોટ તથા યુસુફ કાળુ મવર રહે. મોરબીને ઝડપી લેવાયા હતાં, આ તકે વાંકાનેરનાં ઈન્ચાર્જ નાયબ મામલતદાર બી. એસ. પટેલ અને નાયબ પુરવઠા મામલતદાર પણ દોડી ગયા હતા અને આ જ્વલંતશીલ પ્રવાહીનાં નમૂના લઈ ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News