મોરબીના “મમુદાઢીની હત્યા” કેસમાં પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
મોરબીમાં તા.૧૬ સપ્ટેમ્બર વિશ્વ ઑઝોન દીવસનાં અનુસંધાને વક્તુત્વ સ્પર્ધા યોજાશે
SHARE
મોરબીમાં તા.૧૬ સપ્ટેમ્બર વિશ્વ ઑઝોન દીવસનાં અનુસંધાને વક્તુત્વ સ્પર્ધા યોજાશે
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં "વિશ્વ ઑઝોન દીવસ" નાં અનુસંધાને ઘરેબેઠા વક્તુત્વ સ્પર્ધા યોજવામાં આવેલ છે જેમાં તમારા વિચારો રજુ કરતો વિડીઓ કેટેગરી મુજબ બનાવી ભાગ લેવાં જણાવાયેલ છે.
કેટેગરી-૧ ધો.કેજી તેમજ ૧-૨ પ્રશ્ન આપણે શ્વાસમાં ક્યાં વાયુનો ઉપયોગ કરીએ છીએ.? આપણે શુધ્ધ હવા મેળવવા શું શું કરવુ જોઈએ ? કેટેગરી-૨ ધોરણ ૩ થી ૫ પ્રશ્ન પર્યાવરણ એટલે શું ? પર્યાવરણને કઈ રીતે નુકશાન થતું અટકાવી શકાય..? કેટેગરી-૩ ધોરણ ૬ થી ૮ પ્રશ્ન ઓઝોન એટલે શું ? પર્યાવરણમાં ઓઝોન સ્તરનું મહત્વ સમજાવો. કેટેગરી-૪ ધોરણ ૯ થી ૧૨ પ્રશ્ન ઑઝોન લેયર એટલે શું..? અલ્ટ્રાવાયોલેટ કિરણો જીવસૃષ્ટિ માટે ખતરનાક છે.સમજાવો.કેટેગરી-૫ કૉલેજ કક્ષાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ પ્રશ્ન ઓઝોન સ્તર પાતળું પડવાથી કે નુકશાન થવાથી તેની શું શું અસરો થશે ? ઓઝોન સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી કરે છે.તેમજ વનસ્પતિઓને પણ નુકશાન કરે છે સમજાવો.ઉપર દર્શાવેલ કેટેગરી ૧ થી ૫ નાં પ્રશ્ન છે. સ્પર્ધામાં ભાગ લેતાં બધા જ સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા વિજેતાઓને સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવાંમાં આવશે સ્પર્ધામાં ભાગ લેતાં સ્પર્ધકોએ જવાબનો વિડીયો બનાવીને તા.૧૬-૯ ના રાતના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેન ભટ્ટ (મો.97279 86386) ઉપર મોકલી આપવાના રહેશે.
નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ કરાશે
મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબીનાં સહયોગથી નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ કરવામાં આવશે. નીલકંઠ સ્કૂલ પાસે, એવન્યુ પાર્ક નજીક રવાપર રોડ મોરબી ખાતે આગામી તા.૧૨ ને રવિવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યાં સુધી વેંચાણ થશે.કેમ્પમાં લોકોને હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્રઅર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, સોરઠ ઓર્ગેનિક ફાર્મની હળદર, અગરબત્તી, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો જેવા કે તાવડી, પાટિયા, ફુલઝાડ માટેનાં કુંડા વગેરે.આ ઉપરાંત આંબળાની મીઠી કેન્ડી, બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરે પણ મળશે.આ વિતરણ વ્યવસ્થાના સંયોજક જીતેન્દ્ર ઠક્કરે યાદીમાં જણાવે છે કે કોરોના મહામારીનાં પગલે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સૌને લાભ લેવા અનુરોધ છે કરાયો છે.પ્રકૃતિ તરફ પાછા વળીએ અને નિરોગી રહીએ તે જરૂરી છે.