મોરબી લીલપર બ્રીજ પાસેનો ભંગાર રોડ તાત્કાલિક રીપેરીંગ કરવાની માગ
મોરબીના પાર્કિંગમાં શરતચુકથી બાઇક બદલાઇ જતાં મૂળ મલીકને પરત કર્યું
SHARE
મોરબીના પાર્કિંગમાં શરતચુકથી બાઇક બદલાઇ જતાં મૂળ મલીકને પરત કર્યું
મોરબી પોલીસ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી એસ.આર.ઓડેદરા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મુખ્યમથક હર્ષ ઉપાધ્યાયની સુચના અને માર્ગદર્શન હેઠળ ચાલતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ પ્રોજેક્ટ દ્વારા પાર્કિંગમાંથી લઇ ગયેલ બાઇકને કેમેરા મારફતે શોધી મુળ માલીકને પરત કરાવેલ છે
ગત તા.૧૦ ના રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં દિનેશભાઇ મગનભાઇ પરમાર રહે. વિજયનગર, મોરબી વાળાએ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ પી ૨૦૭૭ જુના બસ સ્ટેન્ડમાં પાર્કિંગમાં રાખેલ હતું તેઓએ સાંજે પરત આવી બાઇક ચેક કરતા પોતાનું બાઇક ત્યાં ન હોય , જેથી તેઓએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર - નેત્રમનો સંપર્ક કરતા પોલીસ દ્વારા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા રમેશભાઇ દેવરાજભાઇ કુબાવત રહે. શ્યામ પાર્ક પંચાસર રોડ, મોરબી વાળાના મજુર અનિલભાઇ ભૂલથી ચાવી લાગી જતાં તે બાઇક લઈ ગયા હતા અને આ બાઇક મંગલમ હોસ્પિટલ બહાર રાખેલ હતું જેથી બાઇકને શોધી મુળ માલીક દિનેશભાઇને પરત અપાવેલ હતું