મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે સસરાએ મારી દીકરીને કેમ હેરાન કરો છો કહેતા જમાઈએ છરી-લાકડી વડે માર માર્યો


SHARE

















મોરબીના મહેન્દ્રનગર ગામે સસરાએ "મારી દીકરીને કેમ હેરાન કરો છો" કહેતા જમાઈએ છરી-લાકડી વડે માર માર્યો

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આઈટીઆઈની બાજુમાં પીજીવીસીએલના સબ સ્ટેશનની પાછળના ભાગમાં મફતીયાપરા વિસ્તારની અંદર રહેતા વૃદ્ધ અને તેના જમાઈએ લાકડી તેમજ છરીથી ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઇ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતા મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઇટીઆઇની બાજુમાં પીજીવીસીએલના સબ સ્ટેશનની પાછળ ના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારની અંદર રહેતા રાજસીભાઇ ભગવાનજીભાઈ માલદેવ જાતે ગઢવી (ઉંમરમાં ૬૧) ને તેના જમાઈ સંજય પ્રવીણભાઈ મારુંએ લાકડી વડે અને છરીથી માર માર્યો હોવા અંગેની તેને હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓની દીકરી જશુબેનને તેના પતિ સાથે બોલાચાલી થઈ હતી અને તે માવતર આવતી રહી હતી ત્યારે તેના જમાઇ સંજય પ્રવીણભાઈ મારું લાકડી લઈને ત્યાં આવ્યા હતા અને રાજસીભાઈએ તેના જમાઇને કહ્યુ હતુ કે "મારી દીકરીને કેમ હેરાન કરો છો" જેથી તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે રાજશીભાઇને ઢીકાપાટુનો માર મારીને ગાળો આપી હતી અને વચ્ચે પડેલા સાહેદોને પણ માર માર્યો હતો અને પોતાની પાસેની રહેલી છરી કાઢીને રાજસીભાઈને ઇજાઓ કરી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા રાજશીભાઇએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇજા પામેલા વૃદ્ધની ફરીયાદ લઇને તેના જમાઈની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News