મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ કાંટા પાસે વોકિંગમાં નીકળેલા યુવાન પાસે હાથ ઉછીના પૈસા માંગીને લાકડી વડે માર માર્યો


SHARE













મોરબીના ભડીયાદ કાંટા પાસે વોકિંગમાં નીકળેલા યુવાન પાસે હાથ ઉછીના પૈસા માંગીને લાકડી વડે માર માર્યો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ કાંટા પાસે રાત્રી દરમિયાન ચાલવા માટે નીકળેલા યુવાન અને તેની સાથે અન્ય એક વ્યક્તિને માર મારવામાં આવ્યો છે અને યુવાને લખેલાવ ફરીયાદમાં જણાવ્યુ છે કે, આરોપીએ તેની પાસે હાથ ઉછીના પૈસાની માગણી કરી હતી જોકે પૈસા આપવાની યુવાને ના પાડતા તેને અને તેની સાથે ચાલવા માટે નીકળેલા બંને વ્યક્તિ ને ગાળો આપીને ઢીકાપાટુ અને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં બે શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ કાંટા પાસે આવેલ હરિઓમ સોસાયટીમાં માહી એપાર્ટમેન્ટની અંદર રહેતા પ્રવિણભાઇ કરસનભાઈ રાઠોડ (૩૩) અને તેની સાથે અન્ય એક વ્યક્તિ રાત્રે ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે આરોપી મહેશભાઈ દેવજીભાઈ વણોલએ પ્રવીણભાઈની પાસે હાથ ઉછીના રૂપિયાની માગણી કરી હતી જોકે પ્રવીણભાઈએ રૂપિયા આપવાની ના કહી હતી માટે આરોપીએ યુવાનની સાથે બોલાચાલી કરી હતી અને માથાકૂટ કરી હતી ત્યારબાદ તેને લાકડી વડે પ્રવીણભાઈ અને તેની સાથે ચાલવા માટે નીકળેલા એક વ્યક્તિને મહેશ દેવજીભાઇ વણોલએ માર માર્યો હતો તેની સાથે રહેલા મહેશ કાંતિલાલ ભંખોડિયા નામના શખ્સે પણ ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા પ્રવિણભાઇ રાઠોડએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશ દેવજીભાઇ વણોલ અને મહેશ કાંતિભાઈ ભંખોડિયા રહે, બંને ભડીયાદ કાંટા પાસે જવાહર સોસાયટી વાળાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ  શરૂ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News