મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં યુવાનનું મોત


SHARE













વાંકાનેર નજીક રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં યુવાનનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર જડેશ્વર ચેમ્બરની આગળના ભાગમાં લક્ષ્મી બોડી કામ ગેરેજ ની સામેથી પસાર થતી રિક્ષાનું આગળનું ટાયર કોઈ કારણોસર નીકળી ગયું હતું જેથી કરીને રીક્ષા પલટી મારી ગઇ હતી ત્યારે રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું માટે હાલમાં મૃતકના ભાઈએ રિક્ષાચાલકની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પંચાસર ગામના રહેવાસી અબ્દુલગફાર ઈબ્રાહીમ પઠાણ (૩૬) નામના વ્યક્તિએ હાલમાં ઓટો રીક્ષા નંબર જીજે ૩ એયુ ૪૧૮૪ ના ચાલક બસીરભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે તેના મોટા ગુલામહુસેન ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉ ૪૦) બસીરભાઇની રીક્ષામાં બેસીને પંચાસર ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે રિક્ષામાંથી નેશનલ હાઈવે ઉપર જડેશ્વર ચેમ્બરની સામેના ભાગમાં લક્ષ્મી બોડી કામ ગેરેજ પાસે રીક્ષાનું આગળનું ટાયર નીકળી ગયું હતું જેથી કરીને રિક્ષા પલટી મારી ગઇ હતી ત્યારે ગુલામહુસેનભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના બનાવમાં પોલીસે રિક્ષા ચાલકની સામે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃધ્ધ ગુમ

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં કન્યાશાળાની સામેના ભાગમાં રહેતા જીગ્નેશભાઈ વલ્લભભાઈ સંતોકી (ઉંમર ૪૦) ના પિતા વલ્લભભાઈ ગંગારામભાઈ સંતોકી (ઉંમર ૬૦) ગત તા ૧૬/૬ ના રોજ પોતાના ઘરેથી નાસ્તો કરીને દાઢી કરાવવા માટે જાઉં છું એવું કહીને નિકડ્યા હતા જોકે તેઓ આજ દિવસ સુધી પરત નહીં આવતાં હાલમાં જીગ્નેશભાઈએ પોતાના પિતા ગુમ થયા હોવા અંગેની વાંકાનેર સીટી પોલીસ ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News