મોરબીના જેતપર ગામે પાણીના ટાંકા પાસે જુગાર રમતા પાંચ પકડાયા
SHARE
મોરબીના જેતપર ગામે પાણીના ટાંકા પાસે જુગાર રમતા પાંચ પકડાયા
મોરબી તાલુકાના જેતપર ગામે પાણીના ટાંકા પાસે બગીચાની સામેના ભાગમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય તેની પાસેથી ૨૭૩૦ ની રોકડ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે બગીચા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સુનિલ કુકાભાઇ દેગામા, અજય પુરણભાઈ ચોરસીયા, સાગર અમરશીભાઈ માલણીયાત, સાગર મનજીભાઈ માલણીયાત અને દિનેશ મનજીભાઈ માલણીયાત જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની ૨૭૩૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બાઇક ચોરી
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલી યસ બેન્કની સામેની શેરીમાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્ક પાસે તુષારભાઈ રતિભાઈ પાનસેરીયા જાતે પટેલ (૨૯) રહે દાઉદી પ્લોટ શેરી નંબર -૨ વાળા એ પોતાનું બાઇક નંબર જીજે ૧૧ એઆર ૬૭૨૫ જેની કિંમત ૩૦,૦૦૦ રૂપિયા પાર્ક કરીને મૂકી રાખેલ હતુ જે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં તુષારભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે