હળવદના સુંદરગઢ ગામે પરણીતાએ અજાણ્યો પાવડર-એસિડ પી લેતા રાજકોટ સારવારમાં
ટંકારાના હરબટીયાળી અને હડમતીયા ગામે રાષ્ટ્રીય ડેન્ગ્યુ ડે નિમિત્તે કાર્યક્રમો યોજાયા
SHARE






ટંકારાના હરબટીયાળી અને હડમતીયા ગામે રાષ્ટ્રીય ડેન્ગ્યુ ડે નિમિત્તે કાર્યક્રમો યોજાયા
ટંકારા તાલુકાના નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હરબટીયાળી ગામે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ૧૬ મે નિમિતે ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએની થીમને લઈ ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.હેલ્થ સુપરવાઇજર કે.કે.કાલરીયા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજેશ ચાવડા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર રાહુલ રાઠોડ વિગેરેએ હાજર રહીને ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમા થતા હોઇ મચ્છર ઉત્પતી ન થાય તેટલા માટે ઘરના પાણી ભરાયેલ તમામ પાત્રો હવા ચુસ્ત ઢાંકણથી બંધ રાખવા માટે તેમજ દર અઠવાડીયે એકવાર પાણીના પાત્રો જેવા કે ફ્રિઝની પાછળની ટ્રે, કુલરમાં ભરેલ પાણી, આસપાસના બંધ ઘરો, મહોલ્લા, સોસાયટી ઓફીસના ધાબામાં કાટમાળ, કોઠી, ટાંકી, ટાયર, કુંડા નકામા પાત્રોમાં ભરાયેલ પાણી ખાલી કરવા વિશે લોકોને માહિતગાર કરેલ સાથે મચ્છરના પોરા અને પોરા ભક્ષક માછલી નિદર્શન દ્રારા માહિતગાર કરેલ.તેમજ ડ્રાય ડે વિશે લોકોને માહિતી આપી હતી.જયારે ટંકારા તાલુકાના હડમતીયા ગામ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ચોમાસાની ઋતુ શરૂ થતાં મચ્છર ઉત્પતિ સ્થાન જેવા કે આવરું કૂવા,પાણીના ટાંકા, ખાડા ખાબોચિયા, નકામા ટાયર, પક્ષીકુંડમાં વિગેરે જગ્યાએ મચ્છર ઈંડા મૂકતા હોય છે.તેવી જગ્યાએ મચ્છરનો ફેલાવો ન થાય, પાણીના ટાંકા ઢાંકીને રાખવા, પક્ષીના કુંડા રોજ સાફ કરીને ભરવું વગેરે માહિતી ગામના લોકોને આપી હતી.
માતાજીનો માંડવો યોજાશે
ટંકારા તાલુકાના હડમતિયા ગામે શ્રી પંચની મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે.તા.૨૩-૫ ને ગુરૂવાર શ્રી પંચની મેલડી માતાજીનું મંદિર, મું.હડમતીયા (પાલણપીર), તા.ટંકારા, જી.મોરબી ખાતે માતાજીનો માંડવો યોજાશે. સવજીભાઈ ખાખરીયા (મો.૯૯૦૯૪ ૯૯૩૩૭) હરેશભાઈ રાવળ (ટંકારાવાળા) તથા તેમનું સાંજીદા ગૃપ રમઝટ બોલાવશે.માંડવાનું આયોજીત શ્રી મેલડી યુવા ગ્રુપે કરેલ છે.


