મોરબીમાં ધંધામાં ગયેલ ખોટને સરભર કરવા કેમિકલ ચોરીનો શોર્ટકટ અપનાવ્યો !: ચારેય આરોપી જેલ હવાલે મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી લોકોને વેરો માફ કરવાની કલેક્ટરને રજૂઆત વાંકાનેરના પીપળીયારાજ પીએસસીના જુદાજુદા ગામમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં મોરબીના લાયસન્સનગરના મેઇન રોડ પર ખુલ્લી ગટરમાં બે સીએનજી રિક્ષા ખાબકી ! મોરબીમાં લાયન્સ કલબ દ્વારા ત્રીજું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી ચેકઅપ કેન્દ્ર લોકાર્પણ કરાયું હળવદમાં આવેલ માર્કેટ યાર્ડ ખાતે લોન મેળો યોજાયો મોરબીના સનાળા ગામ પાસેથી સેમી ઓટોમેટીક પીસ્તોલ સાથે એકની ધરપકડ: હથિયાર-કાર સહિત 5.10 લાખનો મુદ્દામાલ કબજે મોરબી લાતી પ્લોટના રોડ રસ્તા, ગટર, વરસાદી પાણીના પ્રશ્નો ઉકેલવા વાજતે ગાજતે પાલિકા સુધી આમ આદમી પાર્ટીની રેલી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના સુંદરગઢ ગામે પરણીતાએ અજાણ્યો પાવડર-એસિડ પી લેતા રાજકોટ સારવારમાં


SHARE







હળવદના સુંદરગઢ ગામે પરણીતાએ અજાણ્યો પાવડર-એસિડ પી લેતા રાજકોટ સારવારમાં

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતી પરણીતાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે અજાણ્યો પાવડર અને એસિડ પી લીધેલ છે જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા ઇન્દુબેન દેવજીભાઈ ખાંભડીયા (૪૫) નામના મહિલાએ પોતે પોતાની જાતે ગત તા. ૧૬ ના રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં ઘરે અજાણ્યો પાવડર અને એસિડ પી લીધા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે આ મહિલાને રાજકોટ ખસેડવામાં આવેલ છે તેવું જાણવા મળ્યું છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્ન ગાળો ૨૫ વર્ષનો છે અને તેને સંતાનમાં બે બાળકો છે જોકે, તેણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે તેવી માહિતી જાણવા મળે છે

બોર્ડ પડતાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી દીપકભાઈ કાનજીભાઈ કાલરીયા (૩૭) નામનો યુવાન સ્કૂટર  લઈને જઈ રહ્યો હતો ત્યારે ભારે પવનના કારણે બોર્ડ તૂટી ગયું હતું અને તેની માથે આવતા તેનું સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતના બનાવમાં દીપકભાઈને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં દુકાનેથી ઘરે જમવા માટે જતા પાર્થ નરેશભાઈ ચૌહાણ (૧૭) નામના તરુણનું રેલ્વે સ્ટેશન નજીક ગાંધી સોસાયટી સામે બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને તેને જમણા હાથમાં ઇજા થયેલ હતી અને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે




Latest News