મોરબીના સન્વીસ સિરામિકમાં સ્વજનની પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ-ગાયત્રી હવન યોજાયો
SHARE






મોરબીના સન્વીસ સિરામિકમાં સ્વજનની પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ-ગાયત્રી હવન યોજાયો
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સન્વીસ સિરામિક કારખાનામાં તેમના સ્વજન પારસભાઈ વલ્લભભાઈ કટારીયાની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ, ગાયત્રી હવન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૦૩ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ અંગેની માહિતી આપતા અરવિંદભાઈ પનારાએ જણાવ્યું હતું કે કારખાના ખાતે પારસભાઈ કટારીયાની શ્રદ્ધાંજલિ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં સિરામિક ઉદ્યોગકારો સહિતના કુલ મળીને ૩૦૩ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જે રક્તની બોટલો રાજકોટ ખાતે આવેલ ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક ખાતે મોકલાવવામાં આવી છે અને ૧૦૦૦ જેટલા લોકોએ ત્યાં પ્રસાદ લીધો હતો


