મોરબીના સન્વીસ સિરામિકમાં સ્વજનની પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ-ગાયત્રી હવન યોજાયો
મોરબીમાં દારૂ વેંચતા શખ્સે આપી ભાજપના આગેવાનને વ્હોટ્સ કોલથી ધમકી
SHARE






મોરબીમાં દારૂ વેંચતા શખ્સે આપી ભાજપના આગેવાનને વ્હોટ્સ કોલથી ધમકી
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં દારૂ વેચાઈ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબીના પરસોતમ ચોકમાં લુખ્ખાતત્વોએ અડ્ડો કરેલ છે અને તેનો દિવસને દિવસે ત્રાસ વધી રહ્યો છે ત્યારે દારૂ વેંચતા શખ્સો સામે ભાજપ આગેવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરી હતી જેથી તે પૈકીનાં એક શખ્સે અડધી રાતે વ્હોટ્સ કોલથી ભાજપના આગેવાનને ધમકી આપી હતી
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શક્તિ પ્લોટમાં રહેતા ભાજપ આગેવાન રૂચિર અનિલભાઈ કારીયાએ ગુરુવારે મોરબીના પરસોતમ ચોકમાં દારૂડિયાઓના ત્રાસની ફોન કરીને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી ત્યાર બાદ અડધી રાતે કોઈ અસામાજિક તત્વએ તેના મોબાઈલ ફોન ઉપર વ્હોટ્સ કોલ કર્યો હતો અને ધમકી આપી હતી જેથી કરીને ભાજપના આગેવાને આ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે


