વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી જતા ઈજા પામેલ યુવાન સારવારમાં


SHARE

















મોરબીના લાલપર ગામ પાસે કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી જતા ઈજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના લાલપર ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી જવાથી યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે સ્વાસ્તિક પ્લાસ્ટિક નામના કારખાનામાં કામગીરી દરમિયાન સુમરીયાભાઈ ખેલીસિંહ (૩૭) નામના યુવાન કામ કરતો હતો ત્યારે તેનો હાથ મશીનમાં આવી ગયો હતો જેથી કરીને તે યુવાનને ઇજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃધ્ધનું મોત

મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા હરજીવનભાઈ દેવગણભાઈ ચારોલા (૬૦) નામના વૃદ્ધનો લક્ષ્મીનગર ગામ નજીકથી મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

વૃધ્ધા સારવારમાં

મોરબીના નાની વાવડી ગામે રહેતા રેવીબેન દેવશીભાઈ પડસુંબીયા (૯૨) નામના મહિલા કબીર આશ્રમ પાસે બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં તેમને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News