મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રેલવે સ્ટેશન નજીક મેડીકલ કોલેજ પાસે મારામારી બાદ સામસામે ફરીયાદ


SHARE













મોરબીમાં રેલવે સ્ટેશન નજીક મેડીકલ કોલેજ પાસે મારામારી બાદ સામસામે ફરીયાદ

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ મેડિકલ કોલેજ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષે થી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામ સામે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાઇસન્સ નગર પાસે વિજયનગરમાં રહેતા શૈલેષભાઈ પરેશભાઈ પરમાર (૨૦) એ હાલમાં મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ખેંગારભાઈ બાબુભાઈ કાટીયા, દેવેન્દ્રભાઈ પ્રવીણભાઈ પંચોલી અને રાહુલભાઈ કિશોરભાઈ પંચોલી રહે. રોહીદાસપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર મેડિકલ કોલેજ પાસે આરોપીઓએ બોલાચાલી કરીને ગાળો આપીને શૈલેષભાઈ તથા પિન્ટુબેન મનુભાઈ સોલંકી (૩૩) ને માર માર્યો હતો જેથી ઇજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે આ બનાવમાં સામા પક્ષેથી ખેંગારભાઈ બાબુભાઈ કાટીયા (૩૦) રહે રોહીદાસ પરા મોરબી વાળાએ શૈલેષભાઈ પરેશભાઈ પરમાર અને જયદેવ કાનજીભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે રેલ્વે સ્ટેશન રોડ ઉપર મેડિકલ કોલેજ નજીક કારના ભાડા બાબતે સમજાવવા જતા બોલા ચાલી અને ઝઘડો કર્યો હતો અને તેને માર માર્યો હતો જેથી કરીને હાલમાં મારામારીના આ બનાવ સંદર્ભે બંને પક્ષથી પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી જતા સારવારમાં

વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા વિજયભાઈ કરસનભાઈ કુંભાણી (૨૬) નામના યુવાને રામપરાની વીડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલામ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

મોરબીના નાનીવાવડી ગામની સીમમાં આવેલ લીયો ઓટો પેક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મેનકાબેન સુનિલભાઈ (૨૫) નામની મહિલા કોઈપણ કારણોસર ડાય (મહેંદી) જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક તપાસ વિજયભાઈ સવસેટા દ્વારા કરવામાં આવી હતી




Latest News