મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવાને પોતાની જાતે હાથ ઉપર ચપ્પુ વડે ચેકા મારી લીધા
મોરબી જિલ્લાના માળિયા પંથકમાં આવેલ મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા સાંસદની સરકારમાં રજુઆત
SHARE







મોરબી જિલ્લાના માળિયા પંથકમાં આવેલ મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા સાંસદની સરકારમાં રજુઆત
મોરબી જીલ્લામાં ઓગસ્ટના છેલ્લે અઠવાડિયામાં પડેલા ભારે વરસાદના કારણે માળિયા પંથકમાં આવેલ મીઠાના ઉદ્યોગને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે ત્યારે ઉત્પાદકોને થયેલા નુકસાનને લઈને રાજ્યસભાના સાંસદ દ્વારા મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માને મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા લેખિત રજુઆત કરી છે
વાંકાનેરના રાજા અને રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં ઓગસ્ટના છેલ્લે અઠવાડિયામાં પડેલા ભારે વરસાદથી મીઠા ઉદ્યોગને મોટું નુકશાન થયેલ છે અને માળીયા તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય મીઠા ઉદ્યોગનો છે જેથી કરીને મીઠાના મોટા અને નાના એકમોને થયેલ નુકશાન, મીઠાના સ્ટોકને થયેલ નુકશાન, મીઠાનું ધોવાણ, મીઠાના મેઈન બંધપાળા, તળાવો, કયારાઓ, રોડ મશીનરીઓ, ઈલેક્ટ્રીક મોટરો તથા વાયરીંગ, રોડ, રસ્તાઓમાં ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. આ નુકસાનીનો સર્વે કરાવી મીઠા ઉદ્યોગોને સહાય આપવામાં આવે તે માટેની ભલામણ કરી છે.
