મોરબી: નેશનલ રૂરલ આઇટી કવીઝ કોમ્પિટિશનમાં નવયુગ શૈક્ષણિક સંકુલનો દબદબો
મોરબીમાં સરસ મેળાનું ધારાસભ્યની હાજરીમાં જિલ્લા પંચાયતના પ્રમુખે કર્યું ઉદઘાટન
SHARE







મોરબીમાં સરસ મેળાનું ધારાસભ્યની હાજરીમાં જિલ્લા પંચાયતના પ્રમુખે કર્યું ઉદઘાટન
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને ખાસ કરીને મહિલાઓ દ્વારા જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય તેના માટે થઈને યોગ્ય પ્લેટફોર્મ મળે તેના માટે જુદી જુદી જગ્યાઓ પર સરસ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. તેવી જ રીતે આજે મોરબી સનાળા રોડ ઉપર સ્કાય મોલથી આગળના ભાગમાં સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અને મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેખના હસ્તે આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ત્યારે અધિકારી જણાવ્યુ હતું કે, ગત વખતે આ મેળો જ્યારે યોજાયો હતો ત્યારે દોઢ કરોડના માલનું વેચાણ થયું હતું આ વખતે તેનાથી વધીને અઢી કરોડના માલસામાનનું વેચાણ થાય તેવી લાગણી છે તો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, સરકાર બહેનોને સારી તક મળે અને સારો નફો મળે તે માટે આ સરસ મેળાનું આયોજન કરે છે ત્યારે લોકોએ બહેનોને પ્રોત્સાહન માટે તે માટે તેઓની પાસેથી વધુમાં વધુ માલની ખરીદી કરવી જોઈએ તેવી લાગણી વ્યકત કરી હતી.
