મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના મીઠા ઉદ્યોગમાં થયેલ નુકશાન સામે વળતર સત્વરે આપવામાં આવે તે માટે પૂર્વ મંત્રીએ કરી મીઠા ઉદ્યોગ મંત્રીને રજૂઆત


SHARE













મોરબી જીલ્લાના મીઠા ઉદ્યોગમાં થયેલ નુકશાન સામે વળતર સત્વરે આપવામાં આવે તે માટે પૂર્વ મંત્રીએ કરી મીઠા ઉદ્યોગ મંત્રીને રજૂઆત

તાજેતરમાં ગુજરાતનાં અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાને કારણે ખેતીની જમીન અને માલ મિલ્કતને ભારે મોટું નુકશાન થયું છે. તે અન્વયે અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને વળતર ચૂકવવા અંગેની પ્રાથમિક સર્વેની કામગીરી ગુજરાત સરકારે હાથ ધરી છે તે આવકારવા દાયક છે.

અતિવૃષ્ટિમાં મોરબી - માળીયા (મીં) વિસ્તારમાં પણ નુકશાન થયું છે. તેમાં ખાસ કરીને માળીયા (મીં) તાલુકાનાં રણકાંઠે આવેલ મીઠા ઉધ્યોગને આ અતિવૃષ્ટિ અને મચ્છુ નદીમાં આવેલ પૂરને કારણે કલ્પના બહારનું નુકશાન વેઠવું પડયું છે. તે અંગે મરીન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન મોરબીના પ્રમુખ દિલાવરસિંહજી જાડેજાએ કરેલ રજૂઆત કરી હતી તેને સાથે રાખીને પૂર્વ મંત્રીએ રાજ્યના મીઠા ઉદ્યોગના મંત્રી જગદીશ વિશ્વકર્માને લેખતીમાં રજૂઆત કરેલ છે.

હાલમાં પૂર્વ મંત્રીએ જે ભલામણ કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મીઠા ઉધ્યોગમાં ભારે મોટું ધોવાણ થયેલ છે. મીઠાના ઉત્પાદન લેવા માટે કરવામાં આવેલ ક્યારાઓ અને બાંધેલ પાળા ઉપર પાણી ફરી વળવાથી ધોવાણ થયેલ છે. તદ્દઉપરાંત ઇલેક્ટ્રીક અને મિકેનિકલ સાધન સરઅંજામને પણ નુકશાન થયેલ છે. મીઠા ઉત્પાદનના સ્થળે ઊભા કરાયેલા શેડ પણ તૂટી ગયેલ છે. આમ, એકંદરે મીઠા ઉધ્યોગ માટે ભારે મોટી આર્થિક ખુવારી વેઠવાનો વારો આવ્યો છે.

તે જોતાં આ નુકશાની સામે મીઠા ઉદ્યોગને તેમજ અગરીયાઓને આર્થિક વળતર મળી રહે તે માટે તાત્કાલિક જરૂરી સર્વેની કામગીરી પૂર્ણ કરાવી યોગ્ય પેકેજ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે તેવી મારી લાગણી અને માંગણી છે. મરીન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ દિલાવરસિંહજી જાડેજા એક ઉમદા વ્યક્તિ છે. તેમના પિતા ઉદયસિંહજી જાડેજાએ હંમેશા રણકાંઠાના લોકોને આફતની વેળાએ આર્થિક રીતે સહાય કરીને પડખે ઊભા રહેવાની માનવીય ખેવના પ્રસોંગોપાત કરી છે. તેમના દીકરામાં પણ આ ગુણ જોવા મળે છે.

આ વિસ્તારના એક લોક પ્રતિનિધિ તરીકે જ્યારે જ્યારે સરકારને અતિવૃષ્ટિ, વાવજોડું કે અન્ય પૂરની સ્થિતિમાં નાગરિકોને સ્થળાંતર કરવાથી માંડીને તેમના રહેવા, જમવા સુધીની વ્યવસ્થામાં આ દિલાવરસિંહજી જાડેજા અને તેની ટીમ હંમેશા ખડેપગે ઊભી રહી છે તેનો મને અંગે મોરબીના સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને અનુભવ છે. તે જોતાં આવા કર્મનિષ્ઠ મીઠા વ્યવસાય સાથે સંકળાયેલ ઉધ્યોગકારની આ લાગણી મુજબ જરૂરી વળતર સત્વરે મળે તેમ કરાવવા વધુમાં વિનંતી છે.




Latest News